ગુજરાત

gujarat

By

Published : Nov 23, 2022, 2:13 PM IST

ETV Bharat / state

ઈનામદાર જાય છે ને રાઉલજી આવે છે, સાવલીમાં કૉંગી ઉમેદવારનો દાવો

વડોદરામાં સાવલી વિધાનસભા બેઠક (Savli Assembly Constituency) પર કૉંગ્રેસે કુલદિપસિંહ રાઉલજીને મેદાને (Congress Candidate Kuldipsinh Raulji) ઉતાર્યા છે. હવે તેઓ પોતાના મતવિસ્તારમાં પ્રચાર માટે પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે. અહીં એક ચૂંટણી સભાને સંબોધતા સમયે તેમણેે ભાજપના ઉમેદવાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

ઈનામદાર જાય છે ને રાઉલજી આવે છે, સાવલીમાં કૉંગી ઉમેદવારનો દાવો
ઈનામદાર જાય છે ને રાઉલજી આવે છે, સાવલીમાં કૉંગી ઉમેદવારનો દાવો

વડોદરાજિલ્લાની સાવલી બેઠક (Savli Assembly Constituency) પર કૉંગ્રેસના ઉમેદવાર કુલદિપસિંહ રાઉલજીએ (Congress Candidate Kuldipsinh Raulji) પોતાના મતવિસ્તારમાં પ્રચાર (Campaign for Savli Assembly Constituency) શરૂ કરી દીધો છે. અહીં સભા સંબોધતા વખતે તેમણે ભાજપના આ જ બેઠક પરના ઉમેદવાર કેતન ઈનામદાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ફોર્મ ભરીને સૂઇ જઈશું તો પણ જીતી જઈશું કહેનારા કેતન ઈનામદાર (Ketan Inamdar BJP Candidate for Savli) અત્યારે દોડાદોડ કરે છે. તેઓ ખનન માફિયા છે.

ભાજપના નેતા નોકરી વાંચ્છુકોને ધક્કા ખવડાવે છેતેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં સૌથી મોટા ખનન માફિયા આપણા જ ધારાસભ્ય છે. કુલદિપસિંહે (Congress Candidate Kuldipsinh Raulji) મેવલી ગામ ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, કેતન ઈનામદાર નોકરી વાંચ્છુકોને બંગલે બોલાવી ચા પીવડાવી ધક્કા ખવડાવે છે. તેમને ખબર છે કે, તે યુવકો 2 કે 3 વખત ધક્કા ખાશે ને પછી પાછા નહીં આવે. મહીસાગર નદીમાં જે રેતી ખનન થઈ રહ્યું છે. તેમાં વડોદરા જિલ્લામાં સૌથી મોટા ખનન માફિયા આપણા ધારાસભ્ય છે.

ચૂંટણી સભામાં નામ સાથે કર્યા આક્ષેપ

કેતન ઈનામદાર પર આકરા પ્રહારકૉંગ્રેસ ઉમેદવાર કુલદિપસિંહે જણાવ્યું હતું કે, જો હું ધારાસભ્ય બનીશ તો સાવલી વિસ્તારમાં (Savli Assembly Constituency) કોઈ પણ કોન્ટ્રાક્ટના કર્મચારીને છૂટો કરવામાં આવશે અને તે મને ફોન કરી જાણ કરશે તો હું 500 લોકોનું ટોળું લઈને કંપનીના ગેટમાં ગાડી લઈને ન પહોંચી જઉં તો મારું નામ કુલદિપસિંહ (Congress Candidate Kuldipsinh Raulji) નહીં.

આ વખતે પરિવર્તન આવશે તેમણે ઉમેર્યું હતું કે, સાવલીમાં આ (Savli Assembly Constituency) વખતે પરિવર્તન આવશે. ભાજપના ઉમેદવાર કેતન ઈનામદાર મીડિયામાં એમ કહતા હતા કે, ક્ષત્રિય ફેક્ટર નહીં ચાલે, પરંતુ 5 તારીખે જોઈ લેજો. ક્ષત્રિય ફેક્ટર કેવું ચાલે છે. ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર (Ketan Inamdar BJP Candidate for Savli) ઘરે જશે. કેતન ઇનામદાર 10 વર્ષથી ધારાસભ્ય છે, પણ નવ વર્ષ સુધી તેમને શસ્ત્રપૂજન યાદ ન આવ્યું અને આ વખતે યાદ આવ્યું. કુલદિપસિંહ (Congress Candidate Kuldipsinh Raulji) લડવા નિકળ્યા છે એટલે દશેરા યાદ આવી.

ભાઈ આ છેડેથી પેલા છેડે ભાગે છેતેમણે કહ્યું કે, આ પંથકમાં 50 વર્ષથી ક્ષત્રિય સમાજની વાડી નહતી. મેં 6 વીઘા જમીન ખરીદી અને વાડી પણ બાંધી આપી. ભાઈ (કેતન ઇનામદાર) કહેતા હતા કે, ફોર્મ ભરીને સૂઈ જઇશું તો પણ જીતી જઇશું અને હવે આ છેડાથી પેલા છેડે દોડાદોડ કરે છે. વિકાસના કામ કર્યા હોત તો આટલું દોડવું ન પડ્યું હોત.

ABOUT THE AUTHOR

...view details