ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપમાં ભંગાણઃ પાદરામાંથી 300 કાર્યકર્તાઓએ અપક્ષ સાથે હાથ મિલાવ્યા - Gujarat Assembly Vadodara Seat

ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી પ્રચાર (Gujarat Legislative Assembly election) શરૂ થઈ ગયા છે. દરેક પક્ષ ચૂંટણીમાં સફળ થવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ખાસ કરીને ભાજપ મહાનગરમાં (Gujarat BJP) મહારથી બનવા માટે જોરશોરથી પ્રચાર કરી રહી છે. પણ ચૂંટણી પહેલા જાણે પક્ષ પલટા અને તોડજોડની મૌસમ ખીલી હોય એવું ચિત્ર જોવા મળે છે. વડોદરા ભાજપમાં ચૂંટણી પહેલા મોટું ભંગાણ પડ્યું છે.

ભાજપમાં ભંગાણઃ પાદરામાંથી 300 કાર્યકર્તાઓએ અપક્ષ સાથે હાથ મિલાવ્યા
ભાજપમાં ભંગાણઃ પાદરામાંથી 300 કાર્યકર્તાઓએ અપક્ષ સાથે હાથ મિલાવ્યા

By

Published : Nov 20, 2022, 10:08 AM IST

Updated : Nov 20, 2022, 10:38 AM IST

વડોદરાઃવડોદરા જિલ્લામાં પાદરા બાદ વાઘોડિયામાં પણ ભાજપામાં (Gujarat Legislative Assembly election) મોટું ગાબડું પડ્યું છે. કુલ 21 હોદ્દેદારો સહિત 300 કાર્યકર્તાઓ ભાજપમાંથી રાજીનામાં આપી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થનમાં જોડાયા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક જિલ્લામાં રાજકીય (Gujarat BJP) રીતે ખૂબ મહત્વની બની રહી છે. હાલમાં યોજાનારી 140 વાઘોડીયા વિધાનસભા બેઠક ઉપર દરરોજ નવા - નવા રાજકીય સમીકરણો ઊભા થતા જાય છે.

ભાજપમાં ભંગાણઃ પાદરામાંથી 300 કાર્યકર્તાઓએ અપક્ષ સાથે હાથ મિલાવ્યા

મોટી અને મહત્ત્વની બેઠકઃ જિલ્લામાં આ બેઠક ખૂબ જ મહત્વની બની રહી છે. આ બેઠક ઉપર ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ઉપરાંત બે મહત્વપૂર્ણ અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા હોવાથી આ બેઠક ઉપર દરરોજ નવાજૂની સર્જાઈ રહી છે. વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર (Vadodara Assembly Seat) ભારતીય જનતા પાર્ટીએ મધુ શ્રીવાસ્તવનું પત્તું કાપી જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ (કોયલી)ને મેદાને ઉતાર્યા છે. દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ સહિત તેમના જૂથના કાર્યકરો અને હોદ્દેદારો પહેલેથી જ બળવો કરી ચૂક્યા છે.

અપક્ષ સામે લડતઃમધુ શ્રીવાસ્તવ આ બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. તેવામાં આજરોજ ભાજપના વધુ કાર્યકરો મજબૂત અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ બાપુના સમર્થનમાં ભાજપમાંથી રાજીનામું આપી તેમના ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. જેથી બેઠક ઉપર ભાજપ બચાવની સ્થિતિમાં આવી ગયો હોય તેમ જણાઈ રહ્યું છે. વર્ષ 2017 ની ચૂંટણીમાં પણ ધર્મેન્દ્રસિંહ બાપુએ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી જોરદાર ટક્કર આપી હતી. જોકે આ ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવનો વિજય થયો હતો અને ધર્મેન્દ્રસિંહ બાપુ ઓછા માર્જિનથી આ બેઠક ઉપર હારી ગયા હતા.

લોકસેવા યથાવતઃગત વિધાનસભાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ સામે ધર્મેન્દ્રસિંહ બાપુ ચૂંટણી હારી ગયા હતા. પરંતુ આ યુવા અગ્રણીએ પોતાના મત વિસ્તારમાં અવિરત લોક સેવાના કાર્યો ચાલુ રાખ્યા હતા. જેથી આ વિસ્તારમાં તેઓ આજે પણ અપૂર્વ પ્રજાપ્રેમ પ્રાપ્ત કરી શક્યા છે. કોરોનાકાળ સમય દરમિયાન પણ તેમણે આ મત વિસ્તારમાં પ્રજાલક્ષી કાર્યો સાથે નિ:સ્વાર્થ પણે સેવા કરી હતી. જે પ્રજાજનોમાં સરાહનીય બની રહી હતી.

ટિકિટ ન મળીઃ જો કે આ વખતે તેમને ભાજપમાંથી પણ ટિકિટ માગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમાં તેઓને સફળતા મળી ન હતી .પરંતુ તેઓએ આ વિધાનસભા બેઠક ઉપર અપક્ષ દાવેદારી નોંધાવી છે, જેના કારણે આ બેઠક ઉપર હવે બહુ પાંખીઓ જંગ ખેલાવવાનો છે. તેમાં દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવાથી સમગ્ર જિલ્લાના રાજકારણમાં આ બેઠક એક મહત્વનું કેન્દ્ર બની ગયું છે. જેના કારણે આ બેઠક ઉપર થતી રાજકીય હલચલની ગંભીરપણે રાજકીય ક્ષેત્રમાં નોંધ લેવાય છે.

Last Updated : Nov 20, 2022, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details