વડોદરાપાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેનદિનેશ પટેલ ઉર્ફે દીનું મામાની ટીકીટ ભાજપાએ કાપી છે. તેમને સ્થાને ચૈતન્ય સિંહ ઝાલાને ટીકીટ આપી છે જેને લઈ ને દીનું મામા નારાજ છે. વડોદરા પાદરા બેઠક (Vadodara Padra Seat) પરથી દિનેશ પટેલ અપક્ષ ઉમેદવારીકરવાની આજે જાહેરાત (Gujarat Assembly Election 2022) કરતા રાજકીય ગરમાવો આવ્યો છે. ત્યારે આજે દીનું મામાએ પોતાના ટેકેદારો સાથે બેઠક કરી હતી. અને અપક્ષ ઉમેદવારી પાદરા બેઠક પરથી નોંધવવાની જાહેરાત કરી હતી. અને પોતાનો વિજય આ બેઠક પર થીં નક્કી હોવા નું જણાવ્યું હતું સાથે ભાજપના લોકો પણ તેમના ટેકા માં હોવા નો દાવો કર્યો હતો
દિવસે દિવાળી ને રાતે હોળીદિનેશ પટેલએ જણાવ્યું કે મારી તૈયાર તો રાત દિવસ કાયમ માટે દિવસે દિવાળી ને રાતે હોળી જે ને જે તહેવાર મનાવવો હોય એ મનાવે તૈયારી કઇ કરવાની નઇ. અપક્ષ લડવાની મારામાં તેવડ છે અપક્ષ ધારાસભ્ય તરીકે 2002માં ભયાંકનકર ગોધરાકાંડનું વાવાજોડું ચાલતું હતું. ત્યારે પણ કોંગ્રેસના કેન્ડિડેટ કરતા પણ 8000 હજાર વોટ મને મળેલા જેવી આજે ભાજપે ભૂલ કરી છે. એવી તે વખતે કોંગ્રેસના નેતાઓએ ભૂલ કરી અને નરેન્દ્ર મુખીને ટિકિટ આપી ભાજપમાંથી ઉમેદવાર જે તે આજે પણ મારા મિત્ર છે.