ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ચાંદીપુરમ વાઇરસથી 1 બાળકીનું મોત, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

વડોદરા: શહેરમાં ચાંદીપુરમ વાઇરસને કારણે એક બાળકીનું મોત થયું હતું. જેને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તો આ વાઇરસના પગલે ઘરે ઘરે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચાંદીપુરમ વાઈરસ 9 માસથી 14 વર્ષના બાળકામાં વધુ જોવા મળી રહ્યો છે. તો આ વાઇરસે મધ્ય ગુજરાતમાં વધુ એક વખત પરચો દીધો છે. જો કે આ ચાંદીપુરમ વાઈરસનું ટેસ્ટીંગ પુણે ખાતે કરવામાં આવે છે.

આરોગ્ય વિભાગ

By

Published : Jul 17, 2019, 1:18 AM IST

તો આ વાઇરસની ગંભીરતાને ધ્યાનમાં લઇને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને બાળકો માટે કાળજી રાખવી જરૂરી છે. કેમ કે, આ વાઇરસ ખાસ કરીને બાળકોમાં જોવા મળે છે. આ વાઈરસમાં બાળકોને અતિશય તાવ આવે છે. તો સાથે જ ઉલ્ટી થવાની શરૂઆત થાય છે. જો આવા ચિહ્નો બાળકોમાં જોવા મળે તો સરકારી દવાખાને અથવા નજીક દવાખાને સારવાર માટે ખસેડવા જરૂરી છે.

વડોદરામાં ચાંદીપુરમ વાઇરસને કારણે 1 બાળકીનું મોત, આરોગ્ય વિભાગ હરકતમાં

સામાન્ય રીતે કાચા મકાનોની તિરાડમાં વધુ આ મચ્છર પલવે છે. જો આવે તો કાચા મકાનોમાં માટીનું લીપણ કરવું જરૂરી છે. અને પાકા મકાનોમાં પણ જો તિરાડ હોય તો સિમેન્ટ પૂરવી જરૂરી છે. જેથી આ વાઇરસ સામે રક્ષણ મેળવી શકાય. બાળકોને ફુલ સ્લીવના કપડાં પહેરવા જરૂરી છે. જેથી આ વાઇરસથી બચી શકાય. હાલ તો, આરોગ્ય વિભાગ દ્વારા આ વાઇરસને પગલે મેલેથિયન પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details