મળતી માહિતી મુજબ ડો.રચના દેસાઈ, એમ.બી.બી.એસ. થયા બાદ વડોદરા મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના ત્રીજા વર્ષમાં સર્જરી વિભાગમાં અભ્યાસ કરતી હતી અને કોઠી રોડ પર મેડીકલ હોસ્ટેલમાં રહેતી હતી. યુવતીએ હોસ્ટેલમાં પોતાના રૂમમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
મેડિકલની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
વડોદરા: શહેરના પીજી મેડિકલ હોસ્ટેલમાં રહેતી તબીબ યુવતીએ તેના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ રાવપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. યુવતીએ તેના પોસ્ટગ્રેજ્યુએશનની પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
મેડિકલ સ્ટુડન્ટે હોસ્ટેલમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
આ બનાવની હોસ્ટેલમાં રહેતી તેની સાથી વિદ્યાર્થિનીને જાણ થતાં તેણે હોસ્પિટલ સત્તાધીશોને જાણ કરી હતી. જોકે આ બનાવ અંગે રાવપુરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. દરમિયાનમાં વિદ્યાર્થિનીના આપઘાત પગલે પોલીસે એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે તપાસ માટે બોલાવી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસ યુવતિના આત્મહત્યા પાછળની તપાસ કરવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.