વડોદરમાં માદા અને નર હિપ્પો વચ્ચે જોરદાર લડાઈ, નર હિપ્પોનું મોત - Zoo
વડોદરાઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં માદા અને નર હિપ્પોની લડાઈમાં હિપ્પો નરનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.
ફોટો
વડોદરામાં પ્રાણી સંગ્રહાલયમાં જાન્યુઆરી મહિનામાં માદા હિપ્પો (ડિમ્પી)એ બચ્ચાને જન્મ આપ્યો હતો. બચ્ચાના જન્મ બાદ તેની સુરક્ષ માટે નર હિપ્પોને પાંજરામાંથી અલગ કરી દેવાયો છે. જો કે, માદા હિપ્પોએ નર હિપ્પોના પાંજરામાં બેરીકેડ તોડી આક્રમક બની અંદર ઘૂસી ગઈ અને બંને વચ્ચે જોરદાર લડાઈ થતા નર હિપ્પોના પાછળના બંને પગમાં ગંભીર ઈજા થતા પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયુ હતું.