વડોદરામાં ભારે વરસાદથી જળસંકટ સર્જાયુ છે.જેમાં ,લોકોના રહેણાંક વિસ્તારોમાં તથા દુકાનોમાં પાણી ભરાયા છે જેમાં લોકોને ભારે આર્થીક નુકશાન થયુ છે.
વડોદરામાં વરસાદને પગલે કરોડોના નુકશાનની ભીતિ
વડોદરાઃ શહેરમાં પડેલા અનરાધાર વરસાદના પગલે સમગ્ર વડોદરા શહેર જળબંબાકાર થતા વડોદરા શહેરના વેપાર ધંધાને કરોડો રુપિયાનુ નુકસાન થયુ હોવાની ભીતિ સેવાઇ રહી છે.વેપાર ધંધાની સાથે વાહનો પણ પાણીમાં ડૂબી અને તણાયા છે ત્યારે વરસારના કારણે ભારે નુકશાન થયુ છે.
VDR
ગુરુવારે વરસાદે અને શુક્રવારે વિશ્વામિત્રીના પૂરે વડોદરાના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે.તેમાં પણ દુકાનોમાં પાણી ઘુસી ગયા છે.શહેરના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરી, સયાજીગંજ વિસ્તારોમાં પણ દુકાનોમાં પાણી છે.
શહેરના હાર્દ સમા વિસ્તાર ફતેહગંજ, સયાજીગંજ, અલકપુરીમાં હજુ પણ પાણી ભરાયા છે.ત્યારે વરસાદી આફતને કારણે કરોડોના નુકશાનની ભીતી સેવાઈ રહી છે.