વડોદરા: દિન પ્રતિદિન ઇલેક્ટ્રિક વાહનોમાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેર જિલ્લામાં પણ EV વાહનોનું ખૂબ વેચાણ થઈ રહ્યું છે. બે વર્ષના ટૂંકા ગાળામાં વડોદરા આરટીઓ ખાતે 9,260 વાહનો રજીસ્ટર્ડ થયા છે. જેમાં 5,671 ઇવી વાહનોને સરકાર દ્વારા સબસીડી પુરી પાડવામાં આવી છે. આ સબસીડીમાં કુલ 12.67 કરોડથી પણ વધુ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. ઓટોમોબાઇલ ઉધોગ એક્સપર્ટ કહી રહ્યા છે કે EV ને વધુ વેગ આપવા સરકારે સબસીડી અને ઇનફાસ્ટ્રક્ચર સપોર્ટ ડેવલોપ વધુ કરવો પડશે.
સરકાર તરફથી પ્રોત્સાહન:આ અંગે વડોદરા આર.ટી.ઓ ખાતે મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા ઉદય.એ.કારેલીયાએ જણાવ્યું હતું કે, આજકાલ ઇલેટ્રિકલ વિહિકલ પરચેસ કરવાનો ટ્રેન્ડ ઘણો સારો રહ્યો છે. પબ્લિક ઇલેક્ટ્રિકલ વિહિકલ લેવા માટે પ્રોત્સાહિત પણ થઇ છે, તેના માટે સરકારે પણ ઘણી મહેનત કરી છે અને સબસીડીનું આયોજન પણ કર્યું છે.
12 કરોડથી વધુ સબસીડી ચુકવવામાં આવી:ઇલેક્ટ્રિકલ વિહિકલની વાત કરવામાં આવે તો તારીખ 01/07/21 થી આજદિન સુધી 9,260 વાહનો ખરીદી અને તેનું રજીસ્ટેશન આર.ટી.ઓ ખાતે થયેલું છે. આ વાહનોમાંથી 6,677 વાહનોને ગુજરાત સરકારની સબસીડી માટે અરજી કરેલી છે. આ અરજી પૈકી 5,671 અરજીઓ મંજુર કરવામાં આવી છે અને કુલ રૂપિયા 12,67,88,000 સબસીડી રૂપે અરજદારોને ચુકવામાં આવ્યા છે.
સબસીડી ન મળવાના કારણો:જે વાહન ચાલકોને સબસીડી નથી મળી તે અંગે સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, રજીસ્ટર થયેલા વાહનો 9,260 છે, જ્યારે અમને મળેલી અરજી 6,677છે. આ બંને વચ્ચેનો ડિફરન્ટ જે છે એ મુખ્ય બે કારણોથી હોઇ શકે એક તો વાહન પરચેસ થયી ગઇ હોય પણ એમને અરજી કરવાની બાકી હોય આવા કિસ્સામાં અમને અરજીના મળી હોય. સાથે ઘણા વાહનો એવા છે કે, જે સબસીડી માટે એલિજેબલ ન હોય એટલે કે આવા કિસ્સાઓ ક્યાંક કેન્દ્ગ સરકારની ફેમ-2 સબસીડીની સ્કીમ છે.
કયા સંજોગોમાં સબસીડી ન મળે:જે મોડલ અપ્રુલ થયેલા ના હોય તેવા લોકોને ગુજરાત સરકારની સબસીડી મળવા પાત્ર નથી. બીજુ કે ગુજરાત સરકારની અન્ય સબસીડીની સ્કીમો છે એમાં જેને પાર્ટિસીપેટ થયા હોય અને અરજી કરેલી હોય તે લોકો પણ આર.ટી.ઓ કચેરી ખાતે અરજી કરી નથી શકતા, તો એવા પણ વાહનો હોય છે. અને ઘણા વાહનો એવા છે કે જે લોકો રજીસ્ટેશનને પાત્ર જ નથી એટલે કે એમની બેટરી કેપેસિટી અને મોટર કેપેસિટી રજીસ્ટેશનની મર્યાદાથી નીચી હોય છે તો આવા વાહનોને સબસીડી નથી મળતી.
'આ ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષીથી કાર્યરત છીએ અને હાલમાં ઇવીનું ચલણ વધ્યું છે. જેમ જેમ લોકોમાં જગૃતતા આવી રહી છે તેમ આ ઇવીનું ચલણ વધી રહ્યું છે. આપણી સરકાર જીરો કાર્બન ફ્રુટપ્રિન્ટ પર આગળ વધી રહી છે. જેટલો સપોર્ટ સેન્ટ્રલ અને રાજ્ય સરકાર દ્વારા જેટલી સબસીડી આપવામાં આવે છે તે સારી બાબત છે. પરંતુ હજુ પણ વધારે વેચાણ વધારવું હોય તે માટે હજુ પ્રયાસો કરવા જોઈએ.' -કપિલ ભીંડી, ઓટોમોબાઇલ ઉધોગ અક્સપર્ટ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ ખૂબ જરૂરી:ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ એક EV ના પેનીટ્રેશનમાં મહત્વનો ભાગ ભજવશે. જેમ કે વડોદરા શહેરની અંદર અત્યારે 5 પબ્લિક પ્લેસ પર મેજર ઇવી ચાર્જર ઉપલબ્ધ છે. ઘરે ઘરે લોકો ચાર્જ કરી શકે છે, પરંતુ પેટ્રોલ પંપની જેમ બેટરી સરફિંગ સ્ટેશન, ઇવી ચાર્જર છે તેઓ ઇનફાસ્ટ્રક્ચર સપોર્ટ ડેવલપ કરીશું ત્યારે સરકારને સપોર્ટ કરવો જોઈએ અને ઇલેકટ્રોનિક વાહનોમાં વધારો થશે. પબ્લિકને જનરલ ઓવરઓલ એ કંપેર કરવાનું હોય છે કે તેનો વપરાશ કેટલો હોય છે. તેની કેપિસિટી કેટલી હોય છે. સાથે લોન ફેસિલિટી તમામ પાસાઓનો વિચાર કરી ખરીદી કરવાની હોય છે.