ગુજરાત

gujarat

ETV Bharat / state

પાદરા APMCની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ - VDR

વડોદરાઃ ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ સહિત સહકાર વિભાગમાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. દિનુમામાં પ્રેરિત પેનલના ઉમેદવારો સામે નરેન્દ્ર મુખીના જૂથે ખેડૂત હિત રક્ષક પેનલે ખેડૂત વિભાગમાં ઉમેદવારી નોધાવી હતી. છેલ્લા 22 વર્ષથી પાદરા APMCમાં દિનુમામાંનો દબદબો રહ્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Jul 10, 2019, 2:29 AM IST

પાદરા બજાર સમિતિની યોજાનારી ચૂંટણીમાં દિનુમામાં પ્રેરિત પેનલ સામે માજી ધારાસભ્ય નરેન્દ્ર મુખીની ખેડૂત હિત રક્ષક પેનલે ખેડૂત વિભાગમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ઉમેદવારી નોંધાવતા ભારે રસાકસી આવી હતી. પરંતુ સહકાર વિભાગ 2 ડિરેકટરો માટે માત્ર 2 જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

પાદરા APMCની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ

વેપારી વિભાગમાં 4 ડિરેક્ટરો માટે 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યાં ખેડૂત વિભાગના 8 ડીરેકટરો માટે 23 ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details