વડોદરા કોર્પોરેશન દ્વારા બે શટડાઉન લેવામાં આવ્યું હોવાથી શહેરને પાણી પહોચાડતી પાણીના ટાંકી અને સંપની સફાઇ કરવામાં આવશે. જો કે, નિમેટા પ્લાન્ટની બે દિવસીય કામગીરીને પગલે શહેરની ગાજરાવાડી, નાલંદા, બાપોદ, કપુરાઇ, તરસાલી, જીઆઇડીસી અને મકરપુરા બુસ્ટર તથા આ ટાંકી હેઠળના તમામ બુસ્ટરો અને સોમાતળાવ બુસ્ટરથી પાણી મેળવતા વિસ્તારોમાં સાંજના સમયે પાણી નહીં મળે.
વડોદરા કોર્પોરેશન દ્વારા શટડાઉનને પગલે શહેરીજનોને બે દિવસ પાણીની નહીં મળે
વડોદરા: શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને છેલ્લા કેટલાક મહિનાથી પીવાનું ગંદુ અને દૂષિત પાણી મળતા નિમેટા ફિલ્ટર પ્લાન્ટ નંબર 3 ખાતે સફાઇ કાર્ય કર્યા બાદ હવે વડોદરા કોર્પોરેશન દ્વારા બે દિવસ સુધી નિમેટા પ્લાન્ટ નં.2 ખાતે સફાઇનું અને સંપનું કામ શરુ કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે અંદાજે 6 લાખ શહેરીજનો બે દિવસ સુધી પાણી નહીં મળવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
સ્પોટ ફોટો
તેમજ કામગીરીના બિજા દિવસે તા.૨૨ના રોજ સવારે જામ્બુવા, જીઆઇડીસી, કપુરાઇ, નાલંદા, ગાજરાવાડી, તરસાલી, બાપોદ અને મકરપુરા ગામ બુસ્ટર, દંતેશ્વર બુસ્ટર પરથી પાણીનું વિતરણ કરી શકાશે નહીં. આમ બે દિવસ દરમિયાન આશરે અઢી કરોડ લિટર પાણીની ઘટ પડશે વડોદરા કોર્પોરેશન દ્વારા શટડાઉનને પગલે ભરઉનાળે શહેરીજનોને બે દિવસ પાણીની તકલીફ પડશે.