ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા જિલ્લા કલેકટરે શિનોર ખાતે સેવા સદનનું નિરીક્ષણ કર્યુ - Gujarati News

વડોદરા: જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે શિનોર ખાતે નવીન તાલુકા સેવા સદનની સૂચિત સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત વઢવાણા તળાવ, તેનતળાવ, પોર-બળીયાદેવ મંદિર અને માલસરની મુલાકાત લીધી હતી. ઉપરાંત પ્રવાસન સ્થળ તેમજ તીર્થધામ વિકાસના આયોજનના અમલીકરણની ચકાસણી કરવાની સાથે વિવિધ સુધારાત્મક સૂચનાઓ આપી હતી.

વડોદરા જિલ્લા કલેકટરે શિનોર ખાતે નવા બનાવવામાં આવેલા સેવા સદનનું નિરીક્ષણ કર્યુ..

By

Published : Jul 16, 2019, 7:56 AM IST

જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા કરવામાં આવેલા વિકાસ આયોજનોના સંદર્ભમાં વઢવાણા તળાવ, માલસર, તેનતળાવ અને પોર ગામે બળીયાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે પ્રવાસન વિકાસ આયોજનોના સચોટ અમલીકરણનું નિરીક્ષણ કરવાની સાથે પ્રવાસીઓની સુવિધા વધે તેવી માહિતી અને સુચનો કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details