- કરજણના બોડકા ગામે 2.5 ફૂટનો મગર પાંજરે પૂરાયો
- 3 મગરો તળાવમાં આવી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ
- વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સહીસલામત પકડી વનવિભાગને સોંપ્યો
વડોદરા : કરજણ તાલુકાના બોડકા ગામ ખાતે તળાવમાં મગર દેખા દેતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. 3 મગર પૈકી 2.5 ફૂટનો એક મગર વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.
હજૂ મગર હોવાની શંકાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ગ્રામજનોને તળાવમાંથી પાણી ભરવામાં મુશ્કેલી
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા બોડકા ગામ ખાતેના તળાવમાં મગર દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. ગ્રામજનો ડરને કારણે પાણી ભરવા પણ જઈ શકતા નથી. મગરને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું.
કરજણના બોડકા ગામે 2.5 ફૂટનો મગર પાંજરે પૂરાયો બે મગરો પકડાયા, હજૂ પણ મગર હોવાની આશંકા
બોડકા ગામ ખાતે તળાવમાં મગરો આવી ગયા હોવાની જાણ ગ્રામજનો દ્વારા કરવામાં આવતાં વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર દ્વારા તળાવ ખાતે પાંજરું મૂકવામાં આવ્યું હતું. આ અગાઉ એક 4 ફૂટનો મગર પાંજરે પૂરાયો હતો. ત્રણ મગરો પૈકીનો મંગળવારના રોજ એક 2.5 ફૂટનો મગર પાંજરે પૂરાયો હતો. જેની જાણ થતાં જ વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત અને સંસ્થાના સ્વયંમ સેવકો સ્થળ પર પહોંચ્યા હતા અને મગરને રેસ્ક્યુ કરી સહીસલામત રીતે કરજણ વન વિભાગને સોંપ્યો હતો.
મગરને રેસ્ક્યુ કરી સહીસલામત રીતે કરજણ વન વિભાગને સોંપ્યો આ પણ વાંચો -મગરે ભેંસ પર હુમલો કરતાં દિલધડક દ્રશ્યો સર્જાયાં, જુઓ વીડિયો