ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે લીધી વડોદરા શહેરની મુલાકાત - C R Patil

ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વિવિધ મોરચાઓમાં નિમણુંકો કરવામાં આવે છે. તેઓ જવાબદારીપૂર્વક પાર્ટીને મજબૂત કરવાનું કાર્ય સફળતા પૂર્વક કરે છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વડોદરા જિલ્લાની મુલાકાત લીધી અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની વડોદરા શહેરની મુલાકાત
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની વડોદરા શહેરની મુલાકાત

By

Published : Jun 7, 2021, 9:46 AM IST

  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી
  • અનાજ કીટ વિતરણ, મહિલા મોરચા દ્વારા યોજાયેલ બ્લડ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા
  • ભાજપના કર્તાકરોની વિવિધ મોરચાઓમાં નિમણૂક કરાઇ

વડોદરા : જિલ્લાની મુલાકાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પક્ષને મજબૂત કરવા નિમણુંકો કરવામાં આવે છે અને હજી જે હોદ્દા પર નિમણુંકો બાકી છે તે કાર્યવાહી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

આ પણ વાંચો : નવસારી સિવિલ હોસ્પિટલને હવામાંથી એક મિનિટમાં 500 લિટર ઓક્સિજન જનરેટ કરતો પ્લાન્ટ મળ્યો

આ પણ વાંચો : વડાપ્રધાનને જાણ કરી છે, હવે ઇન્જેક્શનનો સ્ટોક આવી ગયો છે: સી.આર.પાટીલ

મહિલા મોરચા દ્વારા યોજાયેલા બ્લડ કેમ્પના કાર્યક્રમોમાં યોજાયા

વડોદરા ખાતે માંજલપુર વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર દ્વારા અનાજ કીટનું વિતરણ તેમજ મહિલા મોરચા દ્વારા યોજાયેલા બ્લડ કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમોમાં પ્રદેશ પ્રમુખે હાજરી આપી હતી. તેઓ સાથે પ્રદેશ મહામંત્રી અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details