ગુજરાત

gujarat

ETV Bharat / state

સાવલીમાં બીજા હરોળના કોરોનાં વોરિયર્સનું રસીકરણ કરાયું

સાવલીમાં પોલીસ જવાનો અને મામલતદાર કચેરીના કર્મચારીઓએ કોરોનાં રસી મુકાવી લોકોને પણ રસી મુકાવા અપીલ કરી હતી. સાવલી પોલીસ મથકના સિનિયર પીએસઆઈએ રસી મુકાવી રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.

સાવલીમાં બીજા હરોળના કોરોનાં વોરીયર્સનું રસીકરણ કરાયું
સાવલીમાં બીજા હરોળના કોરોનાં વોરીયર્સનું રસીકરણ કરાયું

By

Published : Feb 3, 2021, 9:34 AM IST

  • સાવલીમાં બીજા હરોળના કોરોના યોદ્ધાઓનું રસીકરણ કરાયું
  • પોલીસ, મામલતદાર કચેરી, હોમગાર્ડ, GRD, ટ્રાફિક બ્રિગેડના જવાનોએ રસી મુકાવી
  • 100થી વધુ કોરોના વોરિયર્સએ કોરોના રસી લીધી

વડોદરા: સાવલીમાં પોલીસ જવાનો અને મામલતદાર કચેરીના કર્મચારીઓએ કોરોના રસી મુકાવી લોકોને પણ રસી મુકાવા અપીલ કરી હતી. પ્રથમ સાવલી પોલીસ મથકના સિનિયર પીએસઆઈએ રસી મુકાવી રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. સાવલી પોલીસ મથકના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરે રસી મુકાવી રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. 100થી વધુ કોરોનાં યોદ્ધાઓએ રસી મુકાવી હતી.

પ્રથમ સિનિયર પોલીસ સબ ઈન્સ્પેક્ટરે રસી મુકાવી રસીકરણનો પ્રારંભ કરાવ્યો

વડોદરા શહેર અને જિલ્લામાં આજે બીજા હરોળના કોરોના વોરિયર્સનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સાવલી જન્મોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડસ તેમજ જીઆરડીના જવાનોએ કોરોનાં રસી મુકાવી હતી. પ્રથમ સાવલી પોલીસ મથકના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર.મહિડાએ રસી મુકાવી રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.રસીની આડઅસર બાબતે ગેરસમજ કે ભય ન રાખવા અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details