ગુજરાત

gujarat

ETV Bharat / state

વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા યોજાઈ

વડોદરામાં વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારમાં (Vaghodia Assembly Constituency) કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા(Congress Sankalp Yatra ) યોજવામાં આવી હતી. જેને લઇને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત આજે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો બાઈક સહિત વિવિધ વાહનો સાથે આ યાત્રામાં જોડાઈ " કોંગ્રેસ ઝીંદા બાદ " ના પ્રચંડ નારા લગાવ્યા હતાં.

વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા યોજાઈ
વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા યોજાઈ

By

Published : Nov 8, 2022, 4:58 PM IST

વડોદરાવાઘોડિયા વિધાનસભા (Gujarat election) મતવિસ્તારમાં (Vaghodia Assembly Constituency) કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા(Congress Sankalp Yatra ) યોજાઈ હતી. પરિવર્તન સંકલ્પ યાત્રા પૂર્વે વડોદરા એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લામાં આવતી વિધાનસભાબેઠકો ઉપર કોંગ્રેસ ભવ્ય વિજય પ્રાપ્ત કરે તે માટે કોંગ્રેસ દ્રારા પ્રચાર કરવામાં આવ્યો હતો. પ્રસાર અર્થે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત આજે વડોદરા એરપોર્ટખાતે આવી પહોંચ્યા હતાં.

વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા યોજાઈ

ઉષ્માભર્યું સ્વાગતઅશોક ગેહલોતનું પ્રદેશ કોંગ્રેસનાં અમિત ચાવડા, સિધ્ધાર્થ પટેલ સહિત જિલ્લાના આગેવાનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. પરિવર્તન સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયાં હતા. વાધોડીયા મતવિસ્તારના સંભવિત ઉમેદવારોની હાજરીમાં વાધોડીયા મતવિસ્તારમાં આવતાં ગામોમાં આ પરિવર્તન સંકલ્પ યાત્રા ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો બાઈક સહિત વિવિધ વાહનો સાથે આ યાત્રામાં જોડાઈ " કોંગ્રેસ ઝીંદા બાદ " ના પ્રચંડ નારા લગાવ્યા હતાં.

પરિવર્તન સંકલ્પ યાત્રાવાઘોડિયા મતવિસ્તારમાં અશોક ગહેલોત અને પ્રદેશ કોંગ્રેસનાં આગેવાનો પણ જોડાયા હતા. આ પરિવર્તન સંકલ્પ યાત્રા અનગઢ ગામે કોંગ્રેસના અગ્રણી યોગેન્દ્રસિંહ ઉપેન્દ્રસિંહ ગોહિલના નિવાસ્થાનેથી શરૂ કરવામાં આવી હતી. જે યાત્રા સાંકરદા, પદમલા, ફાજલપુર, દશરથ, ફર્ટિલાઇઝર ચોકડી, સોખડા, થઈ મંજુસર ગામે પહોંચી હતી. યાત્રાના આ સમગ્ર માર્ગ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. તેની સાથે કોંગ્રેસ આવે છે ના નારાઓ લગાવ્યા હતા. તેમજ આ યાત્રામાં મોટી સંખ્યામાં તિરંગા ધ્વજ, ખેસ અને ટોપી સાથે કોંગ્રેસના કાર્યકરો જોડાયા હોવાથી સમગ્ર માર્ગ તિરંગા રંગે રંગાયેલો જોવા મળ્યો હતો. આ યાત્રાએ મતદારોમાં અનેરુ આકર્ષણ ઊભું કર્યું હતું.

પ્રચંડ બહુમતીથી વિજય વાઘોડિયા વિધાનસભા (Gujarat election) મત વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના નેતૃત્વમાં અને પ્રદેશ કોંગ્રેસના અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ સહિતના જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને સંભવિત ઉમેદવારોની ઉપસ્થિતિમાં આ સંકલ્પ યાત્રા જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી. વડોદરા જિલ્લામાં આવતી વિધાનસભાની બેઠકો ઉપર કોંગ્રેસ પ્રચંડ બહુમતીથી વિજય બને તેમ તે રાજસ્થાનના મુખ્યપ્રધાન આજે ચૂંટણી પ્રચાર અર્થે વડોદરા જિલ્લામાં ઉતાર્યા હતા.

આનંદની લાગણી સંકલ્પ યાત્રા દરમિયાન અશોક ગેહલોતે ઉપસ્થિત મતદારો અને કાર્યકરોનું હાથ અભિવાદન કર્યું હતું. ઉપસ્થિત કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. અને કોંગ્રેસ આવે છે તેમજ કોંગ્રેસ ઝીંદાબાદના નારા લગાવામાં આવ્યા છે. આ સંકલ્પ યાત્રા મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

ABOUT THE AUTHOR

...view details