કરજણ: વડોદરા જિલ્લાની કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની સામે કોંગ્રેસે કિરીટસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે કરજણ સહિત 5 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં અબડાસામાંથી શાંતિલાલ સેંઘાણી, ધારીમાંથી સુરેશ કોટડીયા, મોરબીથી જયંતિ પટેલ અને ગઢડાથી મોહન સોલંકીની પસંદગી કરી છે.
વિધાનસભા પેટા ચૂંટણી: કોંગ્રેસે કરજણ બેઠક પર કિરીટસિંહ જાડેજાના નામ પર મહોર લગાવી
ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે વિધાનસભાની 8 બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. જેના અનુસંધાને પહેલાં ભાજપે 7 બેઠક માટે અને હવે કોંગ્રેસે પણ 5 બેઠક માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. વડોદરાની કરજણ બેઠક પર કોંગ્રેસે કિરીટસિંહ જાડેજાના નામની જાહેરાત કરી છે. જેથી તેના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
કિરીટસિંહ જાડેજા
ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાની કરજણ શિનોર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય પટેલ ભાજપમાં જોડાતા આ બેઠ ખાલી પડી હતી અને તેના પર પેટા ચૂંટણઈ યોજાઈ રહી છે.
કોંગ્રેસે કરજણ બેઠક પરથી કિરીટસિંહ જાડેજાના નામની જાહેરાત કરી છે. તેઓ હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અગાઉ તેઓએ વર્ષ 2017માં કોંગ્રેસમાંથી કરજણ વિધાનસભા માટે ટિકિટ માગી હતી. તેઓ દસ વર્ષ કરતાં પણ વધારે સમયથી કોંગ્રેસમાં સક્રિય છે અને પ્રદેશ કોંગ્રેસના મંત્રી પદે પણ રહી ચૂક્યા છે.