- વડોદરાની કોવિંડ હોસ્પિટલોમાં સારવારના ભાવ નક્કી થયાનાં બીજા દિવસે સરકારે સિટી સ્કેનના ભાવમાં થાપ ખાધી
- દર્દીઓને રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય છે, રાજ્યભરમાં લાગુ રહેશે: વિજય રૂપાણી
- મુખ્યપ્રધાને ભલે 3,000 રૂપિયાનો ભાવ નક્કી કર્યો, વડોદરામાં 2,500 જ લેવાશે : ડૉ. વિનોદ રાવ
વડોદરાઃ મુખ્યપ્રધાન ભલે કહે કે, વડોદરામાં જૂના દર 2,500 રૂપિયા પ્રમાણે જ સિટી સ્કેન કરાશે તેમ વડોદરાના ઓએસડીએ જણાવ્યું હતું. સિટી સ્કેન સેન્ટરો આડેધડ ભાવ વસૂલતા હતા કોરોના સંક્રમણમાં સિટી સ્કેન કરાવવું જરૂરી બન્યું છે અને હાલમાં રોજના સરેરાશ 2,000 જેટલા સિટી સ્કેન ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં થઈ રહ્યા છે. કોરોનામાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને કેટલાક સિટી સ્કેન સેન્ટરો આડેધડ ચાર્જ વસૂલતા હતા.
આ પણ વાંચોઃપાટણમાં તમામ વેપારીઓને ફરજિયાત કોરોનાની રસી લેવી પડશે
વડોદરામાં અગાઉ 25 માર્ચે સિટી સ્કેનના ભાવ નક્કી કરાયા હતા
સિટી સ્કેન સેન્ટરો દ્વારા લેવામાં આવતા ભાવવધારા પર અંકુશ મુકવા માટે તંત્ર દ્વાર 25 માર્ચે સરકારી હોસ્પિટલો એટલે કે ગોત્રી અને SSG ખાતે સિટી સ્કેનના 1,200 રૂપિયા અને ખાનગી હોસ્પિટલોમાં 2,500 રૂપિયાની મર્યાદા એક સિટી સ્કેન દીઠ નક્કી કરવામાં આવી હતી. વડોદરામાં નક્કી કરેલો જ ભાવ લેવાશે. આ નવા દર 26 માર્ચથી જ લાગુ પડ્યા હતા.
આ પણ વાંચોઃવડોદરાની ખાનગી હોસ્પિટલમાં જનરલ રૂમના ભાવ 6 હજારથી ઘટાડીને 4,500 રૂપિયા કરાયા
સરકારે નક્કી કરેલા ભાવથી ઓછા ભાવમાં થશે સિટી સ્કેન
કોરોના OSD ડો. વિનોદ રાવે આ અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જોકે, શુક્રવારે રાજ્ય સરકારે સમગ્ર રાજ્ય માટે 3,000 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે અને તેનાથી વધુ ભાવ કોઈ ડાયગ્નોસ્ટિક સેન્ટર લઇ શકશે નહીં એવું ઠરાવ્યું છે. જોકે, વડોદરાના ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, વડોદરામાં સિટી સ્કેન માટે અગાઉ જે દર નક્કી કરવામાં આવ્યો હતો. તે મુજબ રૂપિયા 2,500 ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોએ લેવાના છે અને સરકારે જે દર નક્કી કર્યો છે તેના કરતા વડોદરામાં દર ઓછો છે. આથી વડોદરામાં 3 હજાર હજાર નહીં પણ 2,500 સિટી સ્કેન માટે અમલમાં રહેશે.