- વી.વાય.ઓ. દ્વારા ઓક્સિજનના 4 નવા પ્લાન્ટ આપવામાં આવ્યા
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા વર્ચ્યુલ લોકાર્પણ કરાયું
- કોરોનાના સેકન્ડ વેવમાંથી જલ્દી બહાર નીકળાશે
વડોદરા :ભારત સહિત ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમનને પગલે રાજ્ય સરકાર દ્વારા સારવાર માટે જરૂરી એવા ઓક્સિજનની માંગ વધતા તેના પ્લાન્ટ ઉભા કરવા માટે અપીલ કરી હતી. વડોદરાના યુવા વૈષ્ણવાચાર્ય પ. પૂ. વ્રજરાજકુમારજી મહોદાય દ્વારા સરકારના પ્રયાસોમાં મદદરૂપ થવા માટે વી.વાય.ઓ. સંસ્થાએ ઓક્સિજનના ચાર નવા પ્લાન્ટ ઉભા કરવા માટેનું આયોજન કરીને તેને કાર્યરત કર્યા હતા. જેમાંથી પ્રતિ કલાકે 8થી 10 ટન ઓક્સિજન મળશે. જે કોવિડ સારવાર માટે ઉપયોગી થશે.
જરૂરિયાત મુજબ 18 જેટલા પ્લાન્ટ ઉભા કરવાની જાહેરાત
પ. પૂ. વ્રજરાજકુમારે આ પ્રસંગે જાહેર કર્યું હતું કે, સરકાર કહેશે ત્યાં જરૂરિયાત મુજબ 18 જેટલા પ્લાન્ટ ઉભા કરવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની કોરોના સામેની લડતમાં પૂર્ણ સહયોગ આપશે. આ પ્રસંગે વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર, સાંસદ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા કલેક્ટર, પોકિસ કમિશ્નર, ઓએસડી ડૉ. વિનોદ રાવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં 13 ટનના ઓક્સિજન પ્લાન્ટથી ઓક્સિજન મળવો થયો સહેલો
ઓક્સિજનના 4 નવા પ્લાન્ટનું વર્ચ્યુલ લોકાર્પણ કર્યું
વડોદરાની સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, નરહરિ હોસ્પિટલ, અને વ્રજધામ કોવિડ સેન્ટર ખાતે ઓક્સિજનના પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા ખાતે ઓક્સિજનના 4 નવા પ્લાન્ટનું વર્ચ્યુલ લોકાર્પણ કર્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં વી.વાય.ઓ.ને કોરોના મહામારીમાં અતિ જરૂરી એવા 4 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા માટે અભિનંદન આપ્યા હતા.
ઓક્સિજન પ્લાન્ટનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન 18 પ્લાન્ટ આપવાની જાહેરાતને આવકારી
કોરોનાની લડાઈમાં બધા લોકો પોત પોતાની રીતે સહયોગ આપી રહ્યા છે. આ ઉપરાંત 18 પ્લાન્ટ આપવાની જાહેરાતને પણ આવકારી હતી. કોરોનાની બીજી લહેરમાં બધાએ સાથે મળીને કોરોના સામેની લડત લડવાની છે. રાજ્ય સરકારે જેમ-જેમ જરૂર પડે તેમ-તેમ સાધનો અને સુવિધાઓમાં વધારો કર્યો છે.
આ પણ વાંચો : વિસનગરમાં સિવિલ હોસ્પિટલને 12,000 લીટરની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ મળશે
ગુજરાતમાં ડેથ રેટ 1.5 ટકા તેમજ રિકવરી રેટમાં પણ ગુજરાત અગ્રતાક્રમે
સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓએ ખૂબ મદદ કરી છે. ઓક્સિજનની અછત ન રહે તે માટે રાજ્ય સરકાર નવા પ્લાન્ટ ઉભા કરવા જઇ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં એક પણ દર્દી ઓકિસજનની કમીથી મૃત્યુ પામ્યો નથી. ગુજરાત દેશનું પહેલું રાજ્ય બનશે જે કોરોનાના સેકન્ડ વેવમાંથી જલ્દી બહાર નીકળશે. કોરોના સામેનો સંઘર્ષ શરૂ છે. ગુજરાતમાં 1.5 ટકા ડેથ રેટ હોવાનું તેમજ રિકવરી રેટમાં પણ ગુજરાત અગ્રતાક્રમે હોવાનું જણાવ્યું હતું.