ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદ્યાર્થીઓની જાણ બહાર એડમિશનના નિયમોમાં ફેરફાર, વિદ્યાર્થીઓમાં રોષ - medical student

રાજ્યમાં તાજેતરમાં સરકારે મેડીકલ PGના નિયમોમાં ફેરફાર કર્યા છે.(Changes in Medical PG Admission Rules) જેમાં ગુજરાત રાજ્યમાંથી PGમાં 50% બેઠકો પર સ્ટેટ ક્વોટાથી જ એડનિશન મળવા પાત્ર થતાં, તે બેઠકો પર પણ હવે ગુજરાત બહારના તેમજ વિદેશથી MBBS કરીને આવેલા વિદ્યાર્થીઓને( Students Anger) એડમિશન લઈ શકાશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

મેડિકલ PGના એડમિશનના નિયમોમાં ફેરફાર, વિદ્યાર્થીઓમાં રોષ
મેડિકલ PGના એડમિશનના નિયમોમાં ફેરફાર, વિદ્યાર્થીઓમાં રોષ

By

Published : Sep 26, 2022, 10:46 PM IST

વડોદરા: સમગ્ર રાજ્યમાં મેડીકલ PGના એડમિશનના નિયમોમાં ફેરફાર કરવાથી ગુજરાતના મેડીકલના વિદ્યાર્થીઓમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે.(Changes in Medical PG Admission Rules) હવે ગુજરાત બહારના રાજ્ય તેમજ વિદેશથી MBBS કરીને આવેલા વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં એડમિશન લઈ શકાશે, એવી જાહેરાત કરતા ગુજરાતમાંથી MBBS કરતા વિદ્યાર્થીઓને અન્યાયની લાગણી અનુભવાઈ છે. જેને લઈને હાલ વડોદરા ગોત્રી મેડિકલ કોલેજના(vadodara gotri collage) ડોકટરોમાં ભારે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.

મેડિકલ PGના એડમિશનના નિયમોમાં ફેરફાર, વિદ્યાર્થીઓમાં રોષ
ગુજરાતના ડોકટરોમાં સરકાર પ્રત્યે ભારે રોષ: રાજ્યમાં તાજેતરમાં સરકારે મેડીકલ PGના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ અંગે અગાઉથી કોઈ જ નોટિસ કે જાણ કર્યા વગર જ સરકારે, ગુજરાત રાજ્યમાંથી જ MBBS પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે જે PGમાં 50% બેઠકો પર સ્ટેટ ક્વોટાથી જ એડમિશન મળવા પાત્ર કરતા. ગુજરાતના મેડીકલના વિદ્યાર્થીઓમાં સરકાર પ્રત્યે ભારે રોષ ( Students Anger)ભભૂકી ઉઠ્યો છે. નોટિસ વગર જાહેરાત કરાઈ:અસોસેશયને આની વિરુદ્વ હાઈકોર્ટમાં રિટ દાખલ કરીને સરકાર સમક્ષ માંગણી કરી છે કે, જે પણ નિયમો હોય તે હવેથી આ વર્ષે 2022-23માં MBBSમાં દાખલ થતાં વિદ્યાર્થીઓને લાગુ પડે. મહત્વની બાબત એ છે કે સ્ટેટ કોટામાં પહેલા તક મળે તે માટે વિદ્યાર્થીઓ 12માં ધોરણ પછી MBBSમાં એડમિશન લેતી વખતે જ ગુજરાત રાજ્યની મેડીકલ કોલેજોને પ્રાથમિકતા આપતા હોય છે. જેમાં હવે બહારના રાજ્યોમાંથી MBBS કરેલા વિદ્યાર્થીઓને તેમના રાજ્ય તેમજ ગુજરાત એમ બંન્ને રાજ્યોમાં 100% બેઠકો પર એડમિશન લઈ શકાશે. ઓફિસરોની કાયમી નિમણૂંક બંધ: ગુજરાતના ડોકટરોમાં નારાજગીનો મુદ્દો બીજો એ પણ છે કે, તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી મેડિલ ઓફિસરોની કાયમી નિમણૂંક બંધ થઈ ગઈ હોવાથી, અત્યારની પેઢી આ લાભથી વંચિત રહી ગઈ છે. તેની સાથે આ વર્ષે નવા નિયમો મુજબ PGના કાઉન્સિલિંગ દરમિયાન જે તે બેઠક પર પ્રવેશ મેળવી લીધા પછી, તે વિદ્યાર્થી પોતાની ઈચ્છા મુજબ તે સીટ મફતમાં એટલે કે પેનલટી ભર્યા વગર ન છોડી શકે તેમ છે. જેમાં પાછળથી આવનારા રાઉન્ડમાં તે બેઠક પર પણ રાજ્યની બહારથી ડોકટરો ભણેલ કોઈપણ વિદ્યાર્થી પ્રવેશ લઈ શકે એમ હોવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details