વ્યારા ગામના લોકોને કાર તણાઇ હોવાના સમાચાર મળતા મોટી સંખ્યામાં ગ્રામજનો કોઝવે પાસે પહોંચી ગયા હતા. જો કે, કોઝ-વેમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે કોઇ ગ્રામજને તણાઇ ગયેલી કારને બહાર કાઢવાની હિંમત કરી ન હતી.
વાઘોડિયાના વ્યારા કોઝવેમાં કાર સાથે તણાયેલા દવાનો વેપારી 24 કલાક બાદ પણ લાપતા
વડોદરાઃ છેલ્લા 24 કલાકથી વડોદરા શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના વાઘોડિયા તાલુકામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે, જેના પગલે અનેક માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. ત્યારે ડભોઇ તરફ જઇ રહેલી એક કાર વ્યારા ગામ પાસેના કોઝ-વેમાં તણાઇ ગઈ હતી.
vyara causeway
આ અંગેની જાણ તાલુકા પ્રસાશન અને વાઘોડિયા પોલીસને થતા ગણતરીની મિનીટોમાં ઘટના સ્થળ પર પહોંચી હતી. સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ કારમાં 3 થી 4 વ્યક્તિ સવાર હતા અને તમામ લોકો સાથેની કાર કોઝ-વેમાં તણાઇ ગઈ હતી. મોડે મોડે પહોંચેલ પ્રસાશન દ્વારા કોઝ-વેમાં તણાઇ ગયેલી કારને NDRF ની ટીમ દ્વારા શોધવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ પાણીનો વહેણ વધુ હોવાથી કાર પાણીમાં ગરકાવ થઈ જતાં કોઇ પત્તો મળ્યો ન હતો.