વડોદરા:વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના સ્વર્ગસ્થ પિતા મહેન્દ્રભાઈ ઇનામદારની ચોથી એપ્રિલના રોજ જન્મ તિથિ હોય છે. જેના કારણે ધારાસભ્ય છેલ્લા આઠ વર્ષથી સમુહ લગ્નનું આયોજન કરતા આવ્યા છે. આ સમૂહ લગ્નમાં માત્ર એક રૂપિયો ટોકન લઈને દીકરીઓના સમૂહ લગ્ન કરાવવામાં આવે છે. જેમાં કન્યાદાનમાં ઘરનાં રાચ રચીલા સહિતની વસ્તુઓનું કન્યાદાન કરિયાવરમાં આપવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહેન્દ્રભાઈ ઇનામદાર ચેરિટી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આમ છેલ્લા આઠ વર્ષથી ચોથી એપ્રિલના રોજ સાવલી ખાતે કોઈપણ નાતજાતના ભેદભાવ વગર આ કાર્યક્રમ યોજાય છે અને મોટી સંખ્યામાં દંપતિઓ તેમાં ભાગ લેતા હોય છે.
751 નવયુગલો જીવન સંસાર શરૂ: સાવલી ખાતે આવેલ કેતન ફાર્મ હાઉસ ખાતે આ સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં 751 જેટલા નવયુગલો પોતાનો જીવન સંસાર શરૂ કરવા માટે આ સમૂહ લગ્નમાં જોડાઈ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં જોડાયેલ દંપત્તિઓને કન્યાદાનમાં ઘણી બધી વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌ મહાનુભવોએ આ નવયુગલોને હૃદયપૂર્વક આશીર્વાદ અને અભિનંદન પાઠવ્યા હતા. આમ સાવલીના ધારાસભ્યની આ સમાજ સેવાને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી. આ સમૂહ લગ્નમાં સમગ્ર પંથકના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આ સમૂહ લગ્ન કાર્યક્રમ રંગે ચંગે સંપન્ન થયો હતો.
આ પણ વાંચોSwayam Ki Avaaz: પ્રેમ રાવતના પુસ્તક 'સ્વયં કી આવાઝ'ના વિમોચનમાં સર્જાયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ