ગુજરાત

gujarat

By

Published : Jul 21, 2022, 6:29 PM IST

ETV Bharat / state

શહેરમાં શંકાસ્પદ ટ્રકને રોકવા જતા PCR વાન પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ

વડોદરામાં ચોર પોલીસ વચ્ચે ભાગમભાગના ફિલ્મી દ્રશ્યો દેખાયા હતા. નંદેશરી પોલીસ મથકની PCR વાને મોડી રાત્રે શંકાસ્પદ ટ્રક પીછો કરી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ ટ્રક ચાલકે પદમલા બ્રિજ નજીક પીસીઆર વાનને દબાવવાનો પ્રયાસ કરતા(Truck and PCR van accident)અકસ્માત સર્જાયો હતો. આ અકસ્મામાં ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.

શહેરમાં શંકાસ્પદ ટ્રકને રોકવા જતા PCR વાન પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ
શહેરમાં શંકાસ્પદ ટ્રકને રોકવા જતા PCR વાન પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ

વડોદરાઃ વિતેલા 24 કલાકમાં ફરજ બજાવતા પોલીસ જવાન પર વાહન ઘસી આવવાની બે ઘટનાઓ સામે આવી છે જે પૈકી એક ઘટનામાં પોલીસ જવાન કચડાતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો બીજી ઘટનામાં પીસીઆર વાન સાથે ટ્રકે અકસ્માત( Attack on PCR van in Vadodara)કર્યો હતો. બન્ને કિસ્સાઓ પરથી અંદાજો લગાડી શકાય કે પોલીસ જવાનો જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

પીસીઆર વાને ટ્રકને ઓવરટેક કરી -વડોદરા નંદેશરી પોલીસ મથકની PCR વાન (PCR Van )મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી. વહેલી સવારે કન્ટ્રોલ તરફથી તેમને વર્ધી મળી હતી કે દશરથ ગામ ક્રોસ કરી ફાજલપુર બ્રિજ તરફ શંકાસ્પદ ટ્રક જઈ રહી છે જેથી પીસીઆર વાન ઇન્ચાર્જ એ.એસ.આઇ ભિમસીંગ મનુ, પોલીસ કોન્સ્ટેબલ જયેશ ફતા બાતમી મુજબની ટ્રકનો પીછો કરી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રક ડ્રાઇવરે પીસીઆર વાનને જોતા જ ઓવરટેક કરી ફુલ સ્પીડે હંકાલી હતી. પોલીસે ટ્રકનો પીછો કરતા ટ્રક ડ્રાઇવરે (Attack on Vadodara Police )વાસદ ટોલનાકા પહેલા ડિવાઈડરના કટમાંથી યુ ટર્ન લઈ ટ્રકને વડોદરા તરફ દોડાવી હતી. ફાજલપુર પાસે પોલીસની પીસીઆર વાને ટ્રકને ઓવરટેક કરી ફરી એક વખત રોકવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃસુરતમાં બુટલેગરે અર્ધનગ્ન થઈ પોલીસને દોડાવી, વીડિયો વાયરલ

પીસીઆર વાનને દબાવવાનો પ્રયાસ -આ દરમિયયાન રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ટ્રકમાં સવાર એક શખ્સ ચાલકને પીસીઆર વાન ઉપર ટ્રક ચડાવી દેવા ઈશારો કરતો નજરે ચડ્યો હતો. આ દરમિયાન ડ્રાઇવરે સાવચેતી વાપરી પોતાની PCR વાન હટાવી લેતા ટ્રક ફુલ સ્પીડે પસાર થઈ ગયો હતો. પોલીસે અવારનવાર ટ્રક રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, ટ્રક ચાલક ઉભો રહેતો ન હતો. નેશનલ હાઇવે ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પદમલા બ્રિજ નજીક ટ્રક ચાલકે પીસીઆર વાનને દબાવવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયો હતો.

પોલીસે ટ્રકને ઝડપી પાડ્યો -પોલીસ વાન ડિવાઇડર સાથે અથડાતા ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. આ અકસ્માતમાં પીસીઆર વાનને પણ નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર ઘટના સંદર્ભે કંટ્રોલને જાણ કરી હતી. જેના આધારે છાણી પોલીસે ટ્રકને ઝડપી પાડી ટ્રકમાં સવાર શખ્સોની સઘન પૂછપરછ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃસલાયામાં બેકાબુ ટોળાએ પોલીસની PCR વાન પર કર્યો હુમલો, 2 પોલીસકર્મી ઈજાગ્રસ્ત

ટ્રકમાં ચોરીના ટાયરો હોવાની વિગતો -પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ટ્રક ચાલક યુનુસ રમજાની અને મોસીન હસનભાઈ મીઠા બન્ને રહે - ગોધરા હોવાનું બહાર આવ્યું હતું. ટ્રકમાં સવાર અન્ય સુફિયાન મોડાસાવાલા, સોયેબ શેખ તેમજ એક અજાણ્યો શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે ટ્રકમાં ભરેલો સામાન ચોરીના ટાયરો હોવાની વિગતો સપાટી પર આવી છે. પીસીઆર વાન ડ્રાઇવરની ફરિયાદના આધારે નંદેસરી પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, સરકારી કર્મચારી ઉપર હુમલો, સરકારી મિલકતને નુકસાન સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details