ગુજરાત

gujarat

ETV Bharat / state

સાવલી તાલુકાની આશાવર્કર અને ફેસિલિટેટર બહેનોએ મૌન રેલી યોજી, હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું - Vadodara News

મહિનાઓથી દેવદૂત બની પ્રજાને કોરોનાંના પ્રકોપથી બચાવવા સતત કામગીરી કરનારા આશાવર્કર અને ફેસિલિટેટર બહેનોના છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ મહિલા કર્મીઓએ રેલી યોજી હતી, સાવલી તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

સાવલી તાલુકાની આશાવર્કર અને ફેસિલિટેટર બહેનોએ મૌન રેલી યોજી,  હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું
સાવલી તાલુકાની આશાવર્કર અને ફેસિલિટેટર બહેનોએ મૌન રેલી યોજી, હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું

By

Published : Jan 15, 2021, 4:12 PM IST

  • પડતર માંગણીઓ સંદર્ભે સાવલી આશાવર્કર બહેનોએ રેલી યોજી
  • તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપ્યું
  • મહિલાઓને ન્યાય આપવા માગ કરી

વડોદરાઃ છેલ્લા 9-9 મહિનાઓથી દેવદૂત બની પ્રજાને કોરોનાંના પ્રકોપથી બચાવવા સતત કામગીરી કરનારા આશાવર્કર અને ફેસિલિટેટર બહેનોના છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ મહિલા કર્મીઓએ રેલી યોજી હતી, સાવલી તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ગુજરાત જનતા જાગૃતિ મંચના મહિલા કન્વિનર મહિલાઓની ન્યાયની લડતમાં જોડાયા

ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ આશાવર્કર અને ફેસિલિટેટર બહેનોએ એકત્રિત થઈ રેલી સ્વરૂપે સાવલી તાલુકા આરોગ્ય અધિકારીની કચેરીએ પહોંચી પોતાની પડતર માંગણી માટે તાલુકા આરોગ્ય અધિકારીને ગુજરાત જનતા જાગૃતિ મંચના બેનર હેઠળ મહિલા કન્વીનર ચંન્દ્રિકાબેન સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર આપી કોરોનાના કપરાકાળમાં ઘેર ઘેર જઈ સતત કામગીરી કરનારા આશાવર્કર બહેનોની રાજ્ય સરકાર માંગણી પૂર્ણ કરી સન્માન કરે તેવી માગ કરી હતી.

સાવલી તાલુકાની આશાવર્કર અને ફેસિલિટેટર બહેનોએ મૌન રેલી યોજી, હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું

જોખમી કામગીરીના બદલામાં આશાવર્કરને 33 તો ફેસિલિટેટરને માત્ર 17 રૂપિયા વળતર

તાજેતરમાં જ ભારતભરમાં કોરોના સામે રક્ષણ આપતી રસી મુકવાના કામની અગાઉ કરાતી વ્યવસ્થાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. તેવામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ આશાવર્કર અને ફેસીલીટેટર બહેનોએ વડોદરા જિલ્લાના સાવલી ગામે આજરોજ પેટ્રોલ પંપ સામે એકત્રિત થઈ ગુજરાત જનતા જાગૃત મંચના નેજા હેઠળ મહિલા કન્વીનર ચંદ્રિકાબેન સોલંકીની આગેવાનીમાં સાવલી તાલુકાની આશાવર્કર બહેનો શિસ્તબદ્ધ રીતે મૌન રેલી સ્વરૂપે તાલુકા આરોગ્ય અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર રાહુલસિંગને વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

આશાવર્કર અને ફેસિલિટેટર બહેનોની માગ

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કોરોના મહામારીના કપરા કાળમાં પણ પોતે અને પોતાના પરિવારને કોરોના સંક્રમણનો ભય હોવા છતાંય આશાવર્કર અને ફેસિલિટેટર બહેનોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. જોખમી કામગીરીના બદલામાં આશાવર્કરને રોજના 33.33 રૂપિયા ચૂકવાય છે. જ્યારે ફેસિલિટેટરને રોજના માત્ર 17 રુપિયા જેટલું વળતર ચૂકવાય છે, ત્યારે ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ આ અભિયાનને સફળ બનાવવા આશાવર્કરોને રોજના સાડા ત્રણસો રૂપિયા મહેનતાણું આપવાની જાહેરાત કરી સન્માન કરે તેવી માગ ચંદ્રિકાબેન સોલંકીએ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details