MSU ની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે અંતિમ વર્ષના વિધાર્થીઓનું આર્ટ પ્રદર્શન યોજાયું વડોદરા: વિશ્વ વિખ્યાત મહારાજા સજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનું એન્યુઅલ ડીગ્રી પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં એપ્લાઇડ આર્ટસ, પેઇન્ટિંગ, સકલ્પચર અને ગ્રાફીકસનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધમાં કચ્છના માધાપર ગામની બહેનો દ્વારા રન વે રીપેર કરવામાં બતાવેલી બહાદુરીના ફોટો અને કામગીરી પ્રદર્શનમાં ગામની દીકરી દ્વારા મુકવામાં આવ્યું હતું. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
MSU ની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે અંતિમ વર્ષના વિધાર્થીઓનું આર્ટ પ્રદર્શન યોજાયું: "મારા આર્ટમાં જીવનના અંતિમ તાબકકમાં જે વાત હોય છે. તેને પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો છે. અંતિમ તબક્કામાં જીવન પછી બધુજ ખતમ થઈ જાય છે. મેં કોઈ પણ ચીજ ને અંતિમ ક્ષણ તરફ લઈ જઈ રહ્યો છું કે માનવી ના અંત બાદ શુ હોય છે. મૃત્યુને બ્યુટીફાઇન કરવાનું પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં એક પીલો સિરિઝના માધ્યમથી પ્રદર્શિત કર્યું છે"--પ્રતીક ડામોર(વિદ્યાર્થી)
અલગ ઈમોશનને દેખાડવાનો પ્રયાસ:આ પ્રદર્શનમાં માસ્ટરના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી લખનૌની વિધાર્થીની મધવીએ જણાવ્યું હતું કે, ગ્રાફિક ડિપાર્ટમેન્ટ બેઝિકલી મેટ્રિક પ્રિપરેશન માટે હોય છે. જેમાં વુડ, લીનો કટ, સ્ટોન, આર્યન અને ઝીંક પ્લેટ હોય છે. મેં જે આર્ટ કર્યું છે તે લિથોનું છે. જેમાં લાકડી પર ટુલ્સના સહારે ચિત્ર પ્રદર્શિત કરવામાં આવે છે.
MSU ની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે અંતિમ વર્ષના વિધાર્થીઓનું આર્ટ પ્રદર્શન યોજાયું: નેચર પર આર્ટવર્કઃ સાથે આર્યન પ્લેટ અને ઝીંક પ્લેટ દ્વારા કામ કરવામાં આવ્યું છે. લોકોને નેચરને બધા ખૂબ નજીકથી જોતા હોય છે. અમે નેચરને એવી રીતે જોયું કે, જેવી રીતે પત્તા નીચે પડતા હોય છે. ફૂલ નીચે હોય છે. જેમાંથી એક જીવ નીકળતો હોય છે. તેના ઈમોશનને દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, ચિત્રમાં આ પ્રકારની કામગીરી ખૂબ મહેનત માંગી લે છે.
MSU ની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે અંતિમ વર્ષના વિધાર્થીઓનું આર્ટ પ્રદર્શન યોજાયું: વિધાર્થીઓનું પ્રદર્શન યોજાયું:આ અંગે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસના ડિન પ્રો.અંબિકા પટેલે જણાવ્યું હતું કે, આ છેલ્લા વર્ષ અને માસ્ટરના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રદર્શન યોજાયું છે. જેમાં અલગ અલગ ચાર ડિપાર્ટમેન્ટના ડિસ્પ્લે કર્યા છે. આ વર્ષ દરમિયાન કરેલા કામ અને પરીક્ષા બાદ જ્યૂરી થયા બાદ આ પ્રદર્શન આજે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં 18 થી વધુ વિદ્યાર્થીઓના જુદા જુદા ડિસ્પ્લે મુકવામાં આવ્યા છે.