મળતી માહિતી મુજબ PCB પોલીસે મળેલી માહિતીના આધારે શહેરના વીઆઇપી રોડ પાસેથી ત્રણ શકમંદોને ઝડપી પાડયા હતા. આ ત્રણેય પાસેથી લેપટોપ, કેમેરો, ચાર્જર મળીને કુલ રૂપિયા ૧,૪૫,૫૦૦નો સામાન મળી આવ્યો હતો. જેના કોઇ પુરાવા કે બીલ રજૂ નહીં કરી શકતા ત્રણેયને શકમંદ હાલતમાં અટકાયત કરવામાં આવી હતી.
ગુગલ મેપથી કોર્પોરેટ ઓફીસોમાં ચોરીને અંજામ આપતી ત્રિપુટી ઝડપાઈ
વડોદરા: આજકાલ ચોર પણ હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના ચોરીના અને લુંટના ઈરાદાને અંજામ આપે છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી ક્રિમિનલો પણ હાઈટેક બની ગયા છે. ત્યારે આવી હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુગલ મેપ દ્વારા શહેરની કોર્પોરેટ ઓફિસની માહિતી મેળવી બાદમાં તેની રેકી કરી ચોરી કરતી સુરતની ઘરફોડ ત્રિપુટીને PCB પોલીસે ચોરીના સામાન સાથે ઝડપી પાડી છે. આ ઉપરાંત અન્ય ગુન્હાની તપાસ બાદ પોલીસ તપાસમાં વધુ ચોરીના ભેદ ઉકેલાશે.
સ્પોટ ફોટો
આ દરમ્યાનમાં પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન મળતી જાણકારી મુજબ આરોપીઓ સુરતમાં રહેતા હોય વડોદરામાં આવેલી કોર્પોરેટ ઓફિસની માહિતી ગુગલ દ્વારા મેળવી તેની રેકી કરતા હતા. ઓફિસમાં આવવા જવાના રસ્તાઓ જાણીને રાત્રે ચોરીઓ કરતા હતા. આ અંગે પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.