ગુજરાત

gujarat

ETV Bharat / state

MS યુનિવર્સિટીમાં હંગામી નિમણૂકોને કાયમી કરવા અંગે વાઇસ ચાન્સલેસરને આવેદનપત્ર

વડોદરાઃ એમ.એસ યુનિવર્સિટીના હંગામી ઘોરણે નિમણૂકોના કર્મચારીઓની સંખ્યા વધતા કર્મીએ કાઇમી કરવાની માંગ કરી હતી. ગુજરાત રાજ્ય પછાતવર્ગ-બક્ષીપંચ કર્મચારી મંડળ એમ.એસ યુનિવર્સિટીના કર્મચારી સંગઠન દ્વારા વાઇસ ચાન્સલેસરને આ અંગે આવેદનપત્ર આપ્યું હતું અને મહેકમની ખાલી જગ્યા પર ધ્યાન દોરવામાં આવે એવી અપીલ પણ કરી હતી.

વડોદરા
વડોદરા

By

Published : Jan 20, 2020, 11:48 PM IST

ગુજરાત સરકાર દ્વારા એમ.એસ.યુનિવર્સિટીની મહેકમની જગ્યાએ છઠ્ઠા પગાર પંચ તથા સાતમા પગાર પંચની મંજૂરી દરમિયાન 932થી વધુ જગ્યા રદ કરી હતી. જેથી યુનિવર્સિટીમાં ખૂબ જ કામગીરીની અસર થઈ છે. બીજી બાજુ યુનિવર્સિટી દ્વારા હંગામી નિમણૂકો થતી રહી છે જેની સંખ્યા આજે કુલ મહેકમની લગભગ 50% થી 60% વધુ થવા જઈ રહી છે.

MS યુનિવર્સિટીમાં હંગામી નિમણૂકોને કાયમી કરવા અંગે વાઇસ ચાન્સલેસરને આવેદનપત્ર

એમ.એસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રજીસ્ટાર તથા સિન્ડિકેટ સભ્યઓના અમારી લડતને રજૂઆતોમાં અંગત રસ દાખવી સરકારમાં યોગ્ય સ્થાને મજબૂતાઈથી રજૂઆત કરી આ જગ્યાઓ મંજુર કરાવે અને કાઇમી કરવાની માંગ કરી હતી. આ મંજુર થયેલ મહેકમની ખાલી જગ્યા પર ધ્યાન દોરવામાં આવે એવી અપીલ પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details