વડોદરા જિલ્લાના શિનોર તાલુકા ખાતેના એક ગામમાં રહેતી 15 વર્ષિય સગીરાને તેના જ ગામના વિધર્મી યુવક મોહસીન સિંધી દ્વારા લગ્નની લાલચ આપી ફોસલાવીને બાઇક પર બેસાડી ભગાડીને લઇ જવામાં આવી હતી. પોતાની પુત્રી મળી ન આવતા સગીરાના માતા પિતાએ શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરામાં 'લવ જેહાદ'નો કિસ્સો આવ્યો સામે, સગીરા સોંપાઇ માતા-પિતાને પરત
વડોદરા: જિલ્લામાં આવેલા શિનોર તાલુકામાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જો કે પોલીસ વિભાગ દ્વારા સગીરાને શોધી માતા-પિતાને સોંપી દેવામાં સફળતા મેળવી હતી.
લવ જેહાદનો વધુ એક બનાવ સામે આવ્યો
જેને લઈને પોલીસ વિભાગ દ્વારા કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇને આરોપી વિધર્મી યુવકની શોધખોળ હાથ ધરી હતી. જેને પગલે અને મોહસીન સિંધીને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. આ સાથે જ સગીરાનું કાઉન્સિલીંગ કરી સગીરાને માતા-પિતાને પરત સોંપવામાં આવી હતી.