ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ લઠ્ઠાકાંડ બાદ પોલીસ જાગી, દેશીદારૂના અડ્ડાઓ પર છાપે મારી શરૂ કરી

બોટાદમાં લઠ્ઠાકાંડ (Lattakand in Botad )બાદ ગુજરાત પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને દેશી દારૂના અડ્ડાઓ ઝડપી રહી છે. વડોદરામાં ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓ વેચાઇ રહીં હતી અને લોકો પી પણ રહ્યાં છે, પરંતુ બોટાદની ઘટના બાદ હવે વડોદરા પોલીસે ઠેર ઠેર છાપા (Police raid in Vadodara)મારવાનુ શરૂ કર્યું છે.

બોટાદ લઠ્ઠાકાંડ બાદ પોલીસે જાગી, દેશીના અડ્ડાઓ પર છાપે મારી શરૂ કરી
બોટાદ લઠ્ઠાકાંડ બાદ પોલીસે જાગી, દેશીના અડ્ડાઓ પર છાપે મારી શરૂ કરી

By

Published : Jul 26, 2022, 7:33 PM IST

વડોદરાઃરાજ્યમાં દારૂબંધી છે. પણ તેની અમલવારી કેવી રીતે કરવામાં આવી (Liquor sale in Gujarat )રહીં છે તે તો સૌ કોઇ જાણે જ છે. પોલીસની દારૂબંધીની અમલવારીમાં કેટલા છીંડા છે તે અંગે સૌ નાગરિકો પણ જાણે છે. એટલે જ આજે બોટાદના અનેક ગામોમાં લઠ્ઠાકાંડની સ્થિતિ સર્જાઇ છે. હાલની સ્થિતિએ 29 લોકોના દેશી દારુ પીધા બાદ મોત નિપજ્યાં છે. તેવામાં જ્યારે બોટાદમાં લઠ્ઠાકાંડની (Lattakand in Botad )શરૂઆત થઇ રહીં હતી ત્યારે બીજી તરફ પોલીસની રહેમનજર હેઠળ વડોદરામાં ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓ વેચાઇ રહીં હતી અને લોકો પી પણ રહ્યાં છે.

વડોદરામાં પોલીસની કાર્યવાહી

આ પણ વાંચોઃદારૂને બદલે બટકાવ્યું કેમિકલ, પ્રવાહીમાં એક પણ ટીપુ દારૂ ન મળ્યો

દારૂના અડ્ડા પર પોલીસની છાપેમારી -વિડિઓમાં દેખાતા દ્રસ્યો વડોદરાના સમા કેનલ રોડ( Sama Kennel of Vadodara)પરના છે. બોટદામાં જે સમયે દેશી દારૂનુ સેવન કરી લોકો લઠ્ઠાકાંડની ઝપેટમાં આવવાના શરૂ થયા હતા. તે સમયે વડોદરના સમા કેનાલ રોડ પર ખુલ્લેઆમ દેશી દારુ વિપુલ પ્રમાણમાં વેચાઇ રહ્યો હતો. જેમાં છાણીથી સમા તરફ જતાં એક નામાંકિત ફોર વ્હિલ કંપનીના વર્કશોપની પાછળના આ દ્રશ્યો છે. પોલીસની એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી હતી. જ્યાં પીસીઆરમાં સવાર પોલીસ કર્મી એક શખ્સ સાથે વાત કરતા દેખાય છે. સ્થળ ઉપર તપાસ કરતા અસંખ્ય દારૂની પોટલીઓ પડેલી જોવા મળી હતી.

આ પણ વાંચોઃ13 લોકો સામે ફરિયાદ, કેમિકલ સપ્લાય કરનારની કરાઈ ધરપકડ : DGP આશિષ ભાટીયા

ખુલ્લેઆમ દારૂનું વેચાણ -છેલ્લા ઘણા સમયથી આ સ્થળે ખુલ્લેઆમ વહેલી સવારથી દેશી દારૂની પોટલીઓનુ વેચાણ થતુ હોવાનુ નજરે જોનારાઓએ જણાવ્યું હતુ. બોટાદમાં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 25 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારે રાજ્યની પોલીસ એક્શન મોડામાં આવી છે. અત્યાર સુધી દેશી દારૂના અડ્ડાઓ ઉપર ભાગ્યેજ પોલીસે ચેકીંગ હાથ ધર્યું હશે, પરંતુ બોટાદની ઘટના બાદ હવે વડોદરા પોલીસે ઠેર ઠેર છાપા મારવાનુ શરૂ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details