મેરે ઘર આઈ એક નન્હી પરી ! મુંબઈના દંપતિએ બાળકી એડોપ્ટ કરી - mishra
વડોદરા: એક તરફ ગુજરાત માટે ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યા છે. જે રીર્પોટમાં છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા ઘટી રહી છે. દિકરીઓને બચાવવા માટે અને દિકરીઓની સંખ્યામાં વધારો થાય તે માટે બેટી બચાઓ બેટી પઢાઓ જેવી અનેક જાહેરાતો ચલાવવામાં આવે છે અને લોકોને માહિતગાર કરવામાં આવે છે. તેમ છતાં ગુજરાતમાં છોકરીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો જઈ રહ્યો છે. એક તરફ સમાજ દિકરી જન્મ તરછોડી રહ્યું છે. ત્યારે સમાજમાં એવા પણ લોકો છે જે દિકરીને અપનાવી રહ્યા છે. એવો જ એક કિસ્સો વડોદરા શહેરમાં સામે આવ્યો છે.
મુંબઇના દંપતિએ શિશુગૃહમાંથી બાળકીને એડોપ્ટ કરી ઘરમાં ગૃહ પ્રવેશ કરાવ્યો
સમાજ સુરક્ષા વિભાગ સંચાલિત વડોદરાના શિશુગૃહની આશ્રિત સાત મહિનાની મિશ્રી માટે સાચી પડી છે. જન્મદાતાએ અંગત કારણોસર આજથી સાતેક મહિના અગાઉ મિશ્રીને શિશુગૃહના પારણામાં ચૂપચાપ તર છોડી દિધી હતી. શિશુગૃહના સત્તાધિકારીઓએ આ બાળકીના જૈવિક માતાપિતાની ઘણી શોધખોળ કરી પરંતુ નિષ્ફળતા હાથ લાગી હતી. નિરાધાર બાળકીનો મુંબઇના દેબાશિષ રોય શર્મા અને વનશ્રી રોય શર્માએ મિશ્રીને અપનાવી હતી.
Last Updated : Jun 28, 2019, 11:17 AM IST