વડોદરાગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly 2022) ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ (State President of Aam Aadmi Party) ગોપાલ ઇટાલીયાએ વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ 13 ઉમેદવારની યાદી જાહેર (AAP Party announced the list of candidates) કરી હતી. ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં રાજ્યમાં સરકાર બને તેટલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતશે. દિલ્હીના મુખ્યપ્રધાન (Chief Minister of Delhi) અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન આજે વડોદરા આવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે વધુ 13 ઉમેદવારોના કર્યા નામ જાહેર, CR પાટીલ પર કર્યો કટાક્ષ - Aam Aadmi Party
ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. એવામાં આમ આદમી પાર્ટી પોતાની યાદીઓ જાહેર (Aam Aadmi Party Gopal Italia reveals names) કરી ચૂકી છે. આ દરમિયાન ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ 13 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં અલગ અલગ 6 જગ્યાએ પોતાના વિચારો રજૂ કરીને જનસભાઓને સંબોધિત કરશે.
ગુજરાતમાં 6 જગ્યાએ આપ પાર્ટીનું વિઝનતેઓ ગુજરાતમાં અલગ અલગ 6 જગ્યાએ આમ આદમી પાર્ટીનું વિઝન, વિચારો રજૂ કરવા જનસભાઓને સંબોધિત કરશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ખૂબ મહેનત કરી છે. ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને વર્ષો સુધી શોષણ કર્યું છે. ગુજરાતની જનતાની આશા બનીને આમ આદમી પાર્ટી આવી છે. કેજરીવાલે 300 યુનિટ વીજળી મફત, સારા શિક્ષણની વ્યવસ્થા અને મહિલાઓને સન્માન રાશી, ખેડૂતોને દિવસે 12 કલાક વીજળી સહિતનું લક્ષ્ય આપ્યું છે.
ચૂંટણી માટે 70 કરતાં વધુ ઉમેદવાર જાહેરઆમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 70 કરતાં વધુ ઉમેદવાર જાહેર કરી દીધા છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, ચૂંટણીના મહિનાઓ અગાઉ કોઇ પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરી ગોપાલ ઇટાલીયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ (BJP state president) CR પાટીલ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે CR પાટીલ ભારત બહારના નથી અને ગુજરાતની અંદરના પણ નથી.