વડોદરાઃ રાતોરાત નાણા કમાવવા માટે આંધળી ચાકળનો વેપલો કરતી ટોળકીનો પ્રાણી ક્રુર નિવારણ સંસ્થા અને જંગલ વિભાગે પર્દાફાશ કર્યો છે. આ બંને ટીમે નિઝામપુરામાં આવેલી એક ઓફિસમાં દરોડો પાડી આંધણી ચાકળ કબજે કરી હતી. આ સાથે વડોદરા નજીક આવેલા ત્રણ ગામમાં ઘરમાં ગેરકાયદેસર રાખવામાં આવતા ચાર સુડો પોપટ કબજે કર્યા હતા.
GSPCA અને વડોદરા વન વિભાગે આંધળી ચાકળનો વેપલો કરતી ટોળકી ઝડપી શુક્રવાર સાંજે ગુજરાત પ્રાણી કુરતાં નિવારણના સેક્રેટરી રાજ ભાવસારને માહિતી મળી હતી કે, એક રેડ સેન્ડ બોઆ, આંધળી ચાકળ વહેંચવા માટે વડોદરાના નિઝામપુરામાં સવારે આવવાના છે. તેની આ બાબતની જાણ જંગલ ખાતાના DFO કાર્તિક મહારાજાને કરી હતી. વન વિભાગના કર્મચારીને સાથે રાખીને એક છટકું ગોઠવ્યું હતું, અને શનિવારે સવારે નિઝામપુરામાં આવેલા હોમાબાની ઓફીસમાં GSPCAએ અને જંગલ ખાતાની ટીમે સાથે મળીને છાપો માર્યો હતો.
દરોડો પાડી 4 પોપોટ કબ્જે કર્યા આ ટીમે છાપો મારતા જ આંધળી ચાકળનો વેપલો કરવા નીકળેલા 4 વ્યક્તિઓ ફફડી ઉઠ્યા હતા. ટીમે ઓફિસમાંથી 4 ફૂટ લાંબી અને 2.5 કિલો વજનની આંધળી ચાકળ સાથે 3 વ્યક્તિઓ વિપુલ પી. મયાવાંશી(રહે. બજવા રોડ, વડોદરા), અમરીશકુમાર રાઈ, (રહે. ગોત્રી, વડોદરા) અને સોહેલ ગુલાબભાઈ મેમણ (રહે આજવા રોડ, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય સુત્રધાર મનાતો જીજ્ઞેશ મયાવાંશી ફરાર થઇ ગયો હતો.
આ ઉપરાંત વડોદરા નજીક આવેલા દસરથ, કરચિયા અને અજોડ ગામમાં સૂડો પોપટ અને પહાડી પોપટ રાખેલા છે. જે બાબતની માહિતીને આધારે GSPCA અને વડોદરા વન વિભાગના કર્મચરીઓ સાથે આ ત્રણ ગામોમાં જઈને દરોડો પાડી 4 પોપોટ કબ્જે કર્યા હતા. વન વિભાગે આ ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.