- ડભોઇમાં દુષ્કર્મની ઘટના
- સગાઇ તૂટ્યા બાદ યુવકે યુવતી પર આચર્યું દુષ્કર્મ
- ડભોઇ પોલીસે ગુનો નોંધી યુવકને પકડવા ચક્રગતિમાન કર્યા
વડોદરાઃ ડભોઈના યુવકે સગાઈ તૂટી ગયા બાદ આપેલો ફોન પરત લેવાના બહાને ફરીથી લગ્ન કરવાની લાલચ આપી વડોદરાની યુવતીને 11 દિવસ ગોંધી રાખી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ આ અંગે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
સમગ્ર ઘટના
વડોદરાના ડભોઈના એક વિસ્તારમાં ફતેપુરાની યુવતી સાથે સગાઈ થયા બાદ યુવતી ફોન ના ઉપાડતી હોવાથી તેની સાથે ઝઘડો કરી અપશબ્દો બોલનારા યુવક સાથે પરિવારે સગાઈ તોડી હતી. ત્યારબાદ આપેલો ફોન પરત લેવાના બહાને વડોદરા આવીને યુવતીને મળ્યા બાદ ફરીથી લગ્નની લાલચ આપી લુણાવાડા લઇ ગયો હતો અને તેના મિત્રના ઘરે 11 દિવસ રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.