ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના એક ગામમાં 55 વર્ષીય વિધવા મહિલા પર દુષ્કર્મ, આરોપી પોલીસના સકંજામાં - આરોપીને ઝડપી પાડ્યો

વડોદરાના એક ગામમાં 55 વર્ષીય એક વિધવા મહિલા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. મહિલા પર દુષ્કર્મ તે જ ગામનાં 31 વર્ષીય શખ્સે કર્યું હોવાનું સામે આવ્યું છે. આથી, સ્થાનિક પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

By

Published : May 22, 2021, 4:40 PM IST

  • વડોદરાના એક ગામે 55 વર્ષની વિધવા મહિલા પર દુષ્કર્મની ઘટના
  • ગણતરીના કલાકોમાં જ નરાધમ યુવકને પોલીસે દબોચી લીધો
  • મોઢમાં ડૂચો મારી અધમ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું

વડોદરા:જિલ્લાના એક ગામમાં પોતાના ઘરે નિંદ્રા માણી રહેલી 55 વર્ષીય વિધવા મહિલા પર ગામના જ નરાધમ યુવકે એકલતાનો લાભ લઇ મહિલાના મોઢામાં ડૂચો મારી બંધક બનાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારી ફરાર થઈ ગયો હતો. જોકે, ઘટનાની જાણ પોલીસને કરતાં પીડિતાની ફરિયાદને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ યુવકને ઝળપી પાડ્યો હતો.

દુષ્કર્મનો આરોપી પોલીસના સકંજામાં

આ પણ વાંચો:પરિચિત યુવાને 12 વર્ષીય યુવતીને વોડકા પીવડાવી આચર્યું દુષ્કર્મ

દુષ્કર્મ ગુજાર્યા બાદ યુવાન ખેતરમાં સંતાયો

પોલીસ મથકે વિધવા મહિલાએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે, તે પોતાની ઝૂંપડીમાં સૂઈ રહી હતી. ત્યારે, રાત્રીના સમયે પ્રવીણ ઉર્ફે ચંપક સિંહ પરમાર મહિલાના ઘરમાં ઘુસી જઈને બળજબરી પુર્વક મોઢામાં ડૂચો મારી અધમ કૃત્ય કરીને ફરાર થઈ ગયો હતો. જેથી, પોલીસ મથકે નરાધમ શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો:માધાપરમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસીને છરીની અણીએ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો

નરાધમ યુવકના આ કૃત્યથી ગ્રામજનોએ ફિટકાર વરસાવ્યો

વડોદરા જિલ્લા આ ગામમાં રહેતાં 2 યુવાન દીકરાની વિધવા માતા પોતાના ઘરે સુઈ રહી હતી. ત્યારે, મધ્યરાત્રી બાદ ગામમાં જ રહેતો નરાધમ 31 વર્ષીય પ્રવીણસિંહ ઉર્ફે ભૂરો ચંપક પરમાર પીડિતાના ઘરમાં ઘુસી જઈ બંધક બનાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી નાસી છૂટ્યો હતો. જેથી, આ ગોઝારી ઘટના બાદ મહિલાએ બુમો પાડીને ફળિયાના લોકોને જાણ કરી હતી. આ બાબતે, સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી, પોલીસ મથકના PSI એ.આર.મહીડાએ પોલીસ સ્ટાફ સાથે દુષ્કર્મ ગુજારી નાસી ગયેલા યુવકને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. જ્યારે, પોલીસે ચોક્કસ બાતમીને આધારે એક ગામના ખેતરમાંથી ગણતરીના કલાકોમાં પ્રવીણ ઉર્ફે ચંપકને ઝડપી પાડ્યો હતો અને આગળની તપાસ મહિલા પોલીસના PSI એમ.એન. પરમારને સોંપવામાં આવી હતી. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details