ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાનો કહેર વધતા ગોત્રી હોસ્પિટલમાં 250 બેડનું ક્વિક રિસ્પોન્સ સેન્ટર શરૂ કરાયું

વડોદરામાં કોરોના કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે GMERS ગોત્રી હોસ્પિટલ ખાતે 250 બેડનું દર્દીઓને સુવિધા આપતું ગોત્રી હોસ્પિટલમાં 250 બેડનું ક્વિક રિસ્પોન્સ સેન્ટર શરૂશરૂ કરવામાં આવ્યું છે. જે ડોમ અને સુવિધાઓનું નિરીક્ષણ આજે શનિવારે રાજ્યપ્રધાન, OSD ડૉ. વિનોદ રાવ, મેયર, સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

corona news in Vadodara
corona news in Vadodara

By

Published : May 1, 2021, 4:08 PM IST

  • વડોદરામાં 250 બેડનું ક્વિક રિસ્પોન્સ સેન્ટર શરૂ કરાયું
  • ગોત્રી GMERS ખાતે 250 બેડનું ક્વિક રિસ્પોન્સ સેન્ટર ડોમમાં શરૂ કરાયું
  • રાજ્યપ્રધાન, OSD, મેયર, સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં નિરીક્ષણ કરાયું

વડોદરા : આખા વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. વડોદરા શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે, ત્યારે શહેરમાં ખાનગી હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ હોય તમામ ફુલ થઇ ગઈ છે. જેને લઈને OSD ડૉક્ટર ગોત્રી GMERS ખાતે એક વિશેષ ડોમમાં 250 બેડનું ક્વિક રિસ્પોન્સ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેમાં 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 250 જમ્બો સિલિન્ડરોની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાનો કહેર વધતા ગોત્રી હોસ્પિટલમાં 250 બેડનું ક્વિક રિસ્પોન્સ સેન્ટર શરૂ કરાયું

આ પણ વાંચો :કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતી વિદ્યાર્થિનીનું કોરોનાથી મોત, હોસ્પિટલ સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો

મહાનુભાવોએ નિરીક્ષણ કરીને મુલાકાત લીધી

આજે શનિવારે રાજ્યપ્રધાન યોગેશ પટેલ, ડૉક્ટર વિનોદ રાવ, મૈયર કેવડિયા સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્યશ્રી સીમા મોહિલે સુખડિયા સહિતના મહાનુભાવોએ નિરીક્ષણ કરીને મુલાકાત લીધી હતી, જ્યાં તેની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

રાજ્યપ્રધાન યોગેશ પટેલ

આ પણ વાંચો : વડોદરા શહેર કોંગ્રેસે કોરોના વેક્સિનેશન જાગૃતિ માટે ઝુંબેશ હાથધરી, પ્લેકાર્ડ અને બેનર સાથે લોકોને વેક્સિન લેવા કરી અપીલ

100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 250 જમ્બો સિલેન્ડરોની વ્યવસ્થા કરાઈ

ગોત્રી ખાતે ઉભા કરાયેલા ક્વિક રિસ્પોન્સ સેન્ટરમાં જે દર્દીઓને લાંબી લાંબી કતારોમાં એમ્બ્યુલન્સમાં રહેવું પડે છે. તેવા દર્દીઓને ટ્રિટમેન્ટ કરવામાં નથી, તેવા દર્દીઓને આ વિશેષ ડોમ જે બનાવવામાં આવ્યું છે, તેમાં ક્વિક રિસ્પોન્સ સેન્ટરથી તેમને ટ્રિટમેન્ટ કરવામાં આવશે. જેનું ઓક્સિજન લેવલ 5 લિટર સુધી હશે, તેની તુરંત સારવાર પણ કરી દેવામાં આવશે. જેથી દર્દીઓને પડતી હાલાકીનું નિરાકરણ આવી જશે. આ વિશેષ તૈયાર કરાયેલા ડોમમાં 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 250 જમ્બો સિલેન્ડરોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ડૉક્ટર વિનોદ રાવ

ABOUT THE AUTHOR

...view details