ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા તાલુકાના 962 લોકોનું સલામત સ્થળે સ્થાળતર કરાયું

વડોદરાઃ શહેર અને આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના પગલે જિલ્લા વહિવટી તંત્ર સતત ખડેપગે રહ્યું હતું. બચાવ કામગીરીને પગલે વડોદરા તાલુકામાંથી 962 લોકોનું સલામત સ્થળે સ્થાંળતર કરાયું હતું. સાથે જ તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

વડોદરા તાલુકાના 962 લોકોનું સલામત સ્થળે સ્થાળતર કરાયું

By

Published : Aug 2, 2019, 9:52 PM IST

વડોદરામાં આવેલાં ઉડેરા ગામમાં તળાવના આજુબાજુ વિસ્તારમાં 200, સોખડા ગામના રામટેકરા વિસ્તારમાં પણ 200 અને ભાયલી ગામના ગ્રાઉન્ડ વલ્ડ અને આંબેડકર ફળીયાના150 લોકોનું પ્રાથમિક શાળામાં સ્થાંળતર કરવામાં આવ્યું હતું. ત્યારે કોટલી ગામના નવીનગરી વિસ્તારના 150 લોકોનું પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયું હતું. આ ઉપરાંત વેમાલીના 90, વરણામાના12, ચાપડના 70 અને દેણાના 90 લોકોનું ગામની પ્રાથમિક શાળા સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તેમજ વિરોદ ગામના 20 લોકોનું આજુબાજુના ઉચાંણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આમ, વડોદરાના ગ્રામ્યવિસ્તારોમાં રાહત કામગીરી દરમિયાન 962 લોકોનું સ્થળાંતર સુરક્ષિત જગ્યાએ કરવામાં આવ્યું હતું.

વડોદરા તાલુકાના 962 લોકોનું સલામત સ્થળે સ્થાળતર કરાયું

ABOUT THE AUTHOR

...view details