ગુજરાત

gujarat

ETV Bharat / state

21 દિવસથી મામલતદાર કચેરીએ ધક્કા ખાઇ રહ્યા છે 70 શ્રમિકો, છતાં વતન મોકલવા અંગે કોઇ કાર્યવાહી નહીં - પાદરામાં તંત્રની બેદરકારીના કારણે

વડોદરાના પાદરામાં તંત્રની બેદરકારીના કારણે વતન જવા માટે 70 શ્રમિકો 21 દિવસથી પાદરા નગરપાલિકા અને મામલતદાર કચેરીએ ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી નથી કરી હોવાના આક્ષેપ પરપ્રાંતિય શ્રમિકોએ કર્યા હતા.

70 શ્રમિકો 21 દિવસથી માલમદાર કચેરીએ ધક્કા ખાઇ રહ્યા છે, છતાં વતન મોકલવા અંગે કોઇ કાર્યવાહી નહી
70 શ્રમિકો 21 દિવસથી માલમદાર કચેરીએ ધક્કા ખાઇ રહ્યા છે, છતાં વતન મોકલવા અંગે કોઇ કાર્યવાહી નહી

By

Published : May 30, 2020, 4:30 PM IST

વડોદરાઃ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વાર પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન જવા માટે ટ્રેન વ્વયસ્થા શરૂ કરવામાં આવી હતી. જેમાં શહેરમાં વસતા શ્રમિકોને પોતાના વતન જવા માટે પાદરા નગરપાલિકામાં રજીસ્ટ્રેશન કરવાનું છે.

70 શ્રમિકો 21 દિવસથી માલમદાર કચેરીએ ધક્કા ખાઇ રહ્યા છે, છતાં વતન મોકલવા અંગે કોઇ કાર્યવાહી નહી

જયારે તાલુકામાં વસતા પરપ્રાંતિય શ્રમિકોએ મામલતદાર કચેરી ખાતે નોંધણી કરવાની હોય છે. ત્યારે, પાદરામાં વસતા 70 શ્રમિકો દ્વારા પાદરા નગરપાલિકામાં પોતાના વતન જવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તે રજીસ્ટ્રેશન પાદરા નગરપાલિકાએ મામલદાર કચેરીને મોકલી આપવામાં આવ્યું હોવા છતાં આજે 21 દિવસથી પોતાના વતન જવા માટે પરપ્રાંતિય શ્રમિકો મામલતદાર કચેરી અને પાદરા નગરપાલિકામાં ધક્કા ખાઈ રહ્યા છે. તંત્રની બેદરકારીના કારણે 70 શ્રમિકો પોતાના વતન જવા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે બાબતે તમામ શ્રમિકો દ્વારા પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ સચિન ગાંધીને પોતાની આપવીતી જણાવી અને તંત્ર સામે નારાજગી સાથે આક્ષેપો કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details