NDRFની સરાહનીય બચાવ કામગીરી
તૌકતે વાવાઝોડાની વર્તાઇ રહેલી તમામ અસરો સામે બચાવ કામગીરી કરતા જવાનો
લોકોના જીવ બચાવવા માટે પોતાના જીવના જોખમે ભગીરથ કાર્ય કરતા જવાન
NDRFની સરાહનીય બચાવ કામગીરી
તૌકતે વાવાઝોડાની વર્તાઇ રહેલી તમામ અસરો સામે બચાવ કામગીરી કરતા જવાનો
લોકોના જીવ બચાવવા માટે પોતાના જીવના જોખમે ભગીરથ કાર્ય કરતા જવાન
અમદાવાદઃ જિલ્લામાં તૌકતે વાવાઝોડાથી અસર થયેલ ગ્રામ્ય વિસ્તારોમાં NDRFની ટીમ દ્વારા અસરકારક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ધોલેરા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તાર થી લઇ વાવાઝોડાની મહત્તમ અસર વર્તાઇ હોય તેવા સ્થળોએ NDRFના જવાનો દ્વારા રાઉન્ડ ધ ક્લોક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરીયાકાંઠાના ગામોને એલર્ટ કરીને અસરગ્રસ્તોને સલામત સ્થળે શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હોય ત્યારે NDRFના જવાનો લોકોની સુરક્ષા માટે ખડેપગે તૈનાત છે. ધોલેરા અને ધંધૂકામાં વાવાઝોડાથી પ્રભાવિત થનાર લોકો રહેતા હોય તેવા સ્થળોએ જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી જવાનો દ્વારા પેટ્રોલીંગ કરીને તેઓને સલામત સ્થળે ખસેડવાની રાહતકામગીરી હાથ ધરવામાં આવી હતી.
કુદરતી આપત્તિમાં અનેક પ્રકારની બચાવ કામગીરી કરે છે NDRFના જવાનો
વાવાઝોડાની તીવ્ર અસરના કારણે વીજ પુરવઠો ખોરવાઇ જવો, ઝાડ પડી જવા, મકાન ધરાસાયી થઇ જવા, ભયજનક સ્થાને માણસો અટવાઇ જવાની ઘટનામાં NDRFના જવાનો વિના વિલંબે સધન બચાવ કામગીરી હાથ ધરીને જનકલ્યાણનું ભગીરથ કાર્ય કરે છે.
અમદાવાદ જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત ધોલેરા અને ધંધૂકા વિસ્તારમાં એક – એક NDRFની ટૂકડી રાહત અને બચાવકામગીરી માટે કાર્યરત કરવામાં આવી છે. એક ટૂકડીમાં અંદાજિત 25 જેટલા જવાનો એકજૂથ થઇને વિવિધ કામગીરી નો કારભાર સંભાળી રહ્યા છે.