- લોકો માટે ચેતવણી સમાન કિસ્સો
- કોઈપણ લોભામણી લિન્ક આવે તો ઓપન ન કરવી
- પોરબંદરના યુવાન સાથે રૂ. 4999 રૂપિયાની છેતરપિંડી
પોરબંદર: હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગઠિયાઓ દ્વારા અનેક તરકીબો યોજી રૂપિયા પડાવી લેવામાં આવતા હોય છે તેઓ જ એક કિસ્સો પોરબંદરમાં બન્યો છે. પોરબંદરના એક યુવાનને કોરોના અને લોકડાઉનના કારણે કંપની દ્વારા 5,000 નું બોનસ આપવામાં આવે છે તેમ કહી સાઇબર ક્રાઇમની ઘટના બની હતી. જો કે તાત્કાલિક આ યુવાને પોલીસનો સંપર્ક કરતા તમામ રકમ પરત મળી હતી.
એક ક્લિક કરતા જ પરેશભાઈના ખાતામાંથી 4999 રૂપિયા ઉપડી ગયા
પોરબંદરમાં પરેશ કોટિયા નામના યુવાનને વર્ષ 2019માં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે અમારી કંપની કોરોના અને લોકડાઉનના કારણે 5000 રૂપિયાનું બોનસ આપે છે આ બોનસ મેળવવા માટે તમે તમારી ફોન એપ ખોલો અને તેમાં આપેલ કોડ સ્કેચ કરો જેથી તમારા ખાતામાં 5000 રૂપિયા જમા થઈ જશે પરંતુ પરેશભાઈ એપ વાપરતા નહોતા તેથી તેમના ફોનમાં ફોન પે એપ નથી પરંતુ પેટીએમ એપ હોય તેમાં કોડ મોકલવા જણાવ્યું હતું અને paytm પર આવેલ કુપન ક્લિક કરતાની સાથે જ પરેશભાઈના ખાતામાંથી 4999 રૂપિયા ઉપડી ગયા હતા. ત્યારબાદ આરોપીએ રિફંડના નામે નવું ઉપર સકેચ કરવા જણાવ્યું હતું પરેશભાઈએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો.