ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા એસેસજી હોસ્પિટલમાં ભોજનની વ્યવસ્થા ખોરવાતાં નર્સિંગ સ્ટાફે સુપ્રિટેન્ડન્ટને કરી રજૂઆત

મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની એસેસજી હોસ્પિટલના આઈસોલેશન સેન્ટરમાં ભોજનની વ્યવસ્થા ખોરવાતાં નર્સિંગ એસોસિએસન દ્વારા સુપ્રિટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરા
વડોદરા

By

Published : Aug 28, 2020, 10:52 PM IST

  • વડોદરા એસેસજી હોસ્પિટલના આઈસોલેસન સેન્ટરમાં ભોજનની વ્યવસ્થા ખોરવાઇ
  • મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની એસેસજી હોસ્પિટલ
  • કોરોનાં વાઇરસની સારવાર અર્થે વડોદરામાં આઈશોલેશન કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું

વડોદરાઃ મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની એસેસજી હોસ્પિટલના આઈશોલેશન સેન્ટરમાં ભોજનની વ્યવસ્થા ખોરવાતાં નર્સિંગ એસોસિએશન દ્વારા સુપ્રિટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી હતી.

એસેસજી હોસ્પિટલમાં કોવિડ 19 વૈશ્વિક મહામારી કોરોનાં વાઇરસની સારવાર અર્થે સરકારના આદેશ અનુસાર આઈશોલેશન કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં ફરજ બજાવતા કોરોનાં વોરિયર્સને પણ ભોજન સહિતની વ્યવસ્થા તંત્ર તરફથી અન્ય સંસ્થાઓના સહકારથી પુરી પાડવામાં આવે છે. પરંતુ ,ભોજન વ્યવસ્થા ખોરવાતાં નર્સિંગ એસોસિએશન દ્વારા તબીબી અધિક્ષકને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

નર્સિંગ સ્ટાફે રજૂઆત કરી હતી કે, કોરોનાં વોર્ડમાં ફરજ બજાવતા તબીબો નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓ હાલ ભોજનથી વંચિત છે, ત્યારે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તેવી માગ કરી હતી. અત્રે,ઉલ્લેખનીય છે કે, વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઈનચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જાણે ઈગોની લડાઈ શરૂ કરી હોય તેવુ લાગી રહ્યુ છે.

ડો.રંજન ઐય્યર સયાજી હોસ્પિટલના પૂર્વ સુપ્રિટેન્ડન્ટ ડો. રાજીવ દેવેશ્વરે તેમના કાર્યકાળ દરમિયાન મંજૂર કરેલા કોન્ટ્રાક્ટને ધડાધડ રદ્દ કરી રહ્યા છે. ડો. રંજન ઐયરે કોરોના વોર્ડના મેડિકલ સ્ટાફને મળતુ ભોજન બંધ કરાવી દેતા કોરોનાના 250 ફ્રન્ટ લાઈન વોરિયસને ભુખ્યા રહેવાનો વારો આવ્યો હતો. ડો . રંજન ઐયરની સૂચનાથી એકાએક ટિફિન સેવા બંધ થઈ જતા ભુખ્યા થયેલા કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જ્યારે શુક્રવારે નર્સિંગ સ્ટાફ દ્વારા સુપ્રિટેન્ડન્ટને વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી..

ABOUT THE AUTHOR

...view details