ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં એક જ દિવસમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત

વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં દિન-પ્રતિદિન કોરોના આંકડામાં વધારો થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના 19 કેસ નોંધાયાં છે. કોરોનાનો કુલ આંક 772 ઉપર પહોંચ્યો છે. જ્યારે કોરોનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે.

વલસાડ જિલ્લામાં એક જ દિવસમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત
વલસાડ જિલ્લામાં એક જ દિવસમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત

By

Published : Aug 9, 2020, 9:21 PM IST

વલસાડ જિલ્લામાં એક જ દિવસમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા

  • 19 લોકો સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી
  • અત્યાર સુધીમાં 554 જેટલા લોકો કોરોનાથી સ્વસ્થ થયા
  • વલસાડ જિલ્લામાં 36 જેટલા ધનવંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા

વલસાડઃ જિલ્લામા દિન-પ્રતિદિન કોરોનાનો આંકડો વધતો જઈ રહ્યો છે. શનિવારના રોજ વલસાડ જિલ્લામાં 17 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 23 લોકોને રજા આપી દેવામાં આવી હતી. જ્યારે રવિવારના રોજ ફરીથી વલસાડ જિલ્લામાં 19 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે એકનું મોત થયુ છે અને 19 લોકો સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં દિન-પ્રતિદિન કોરોના આંકડામાં વધારો થઈ રહ્યો છે. વલસાડ જિલ્લાનો આંક વધુ 19 જેટલા કોરોના પોઝિટિવ નોંધાતા જિલ્લાનો કોરોના આંક 772 ઉપર પહોંચ્યો છે. જ્યારે કોરોનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારે નોંધાયેલા 19 કેસની જાણકારી મેળવીએ તો વલસાડ તાલુકામાં 5 પારડીમાં 2 વાપીમાં 3 ઉમરગામ તાલુકામાં સાત ધરમપુરમાં એક કપરાડામાં એક આમ કુલ 13 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આ કોરોના પોઝિટિવમાં 12 પુરુષો અને 7 મહિલાઓનો સમાવેશ થાય છે. હાલમાં વલસાડ જિલ્લામાં કુલ 123 જેટલા લોકો કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે અત્યાર સુધીમાં 554 જેટલા લોકોએ કોરોનાને હરાવીને સાજા થઇ જતા તેમને રજા આપી દેવામાં આવી છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 9411 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 8639 સેમ્પલો નેગેટિવ આવ્યા છે. જ્યારે 772 જેટલા સેમ્પલ ઓ પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમા 411 જેટલા લોકો હોમ કવોરેન્ટાઇન છે. જેમાં 298 લોકો પોતાના ઘરમાં, 60 લોકો સરકારી ફેસિલિટીમાં જ્યારે 53 લોકો ખાનગી સવલતોમાં હોમ કવોરેન્ટાઇન છે..

જોકે, કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લામાં 36 જેટલા ધનવંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે અને તેમના દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને ડોર ટુ ડોર સર્વે તેમજ જન સંપર્ક કરીને લોકોના ઘરે ઘરે જઈ સર્વે કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને કોરોનાના લક્ષણ ધરાવનાર લોકોની ઓળખ થઇ શકે અને તેવા લોકોને તાત્કાલિક સારવાર આપી શકાય છે..

ABOUT THE AUTHOR

...view details