- અરવલ્લીમાં કોંગ્રેસના સેવાદળે ઓગષ્ટ ક્રાંતિ દિવસની ઉજવણી કરી
- મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
- ઓગષ્ટ ક્રાંતિ દિવસ નિમિતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન
અરવલ્લીમાં કોંગ્રેસના સેવાદળે ઓગષ્ટ ક્રાંતિ દિવસની ઉજવણી કરી
અરવલ્લી જિલ્લાના મોડાસાના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સેવાદળના અધ્યક્ષ નારાયણભાઈ રાઠોડ દ્વારા નવમી ઓગષ્ટ ક્રાંતિ દિવસ નિમીતે ધ્વજ વંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
અરવલ્લીઃ જિલ્લાનાના મોડાસા મુકામે સેવાદળ દ્વારા સર્કિટ હાઉસ ખાતે નવમી ઓગષ્ટ ક્રાંતિ દિવસ નિમીતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના મોડાસાના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સેવાદળના અધ્યક્ષ નારાયણભાઈ રાઠોડ દ્વારા નવમી ઓગષ્ટ ક્રાંતિ દિવસ નિમીતે ધ્વજ વંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું..
નોંધનીય છે કે, 1942માં 9 ઓગષ્ટના રોજ મહાત્મા ગાંધીજી એ અંગ્રેજો વિરૂદ્વ ભારત છોડો આંદોલનને તેજ બનાવ્યું હતું, જેના ફળસ્વરૂપે દેશ 1947માં આઝાદ થયો હતો. આ ચળવળની શરૂઆતના માન માં ક્રાંતિ દિવસ સમગ્ર ભારતમાં સેવાદળ અને કૉંગ્રેસ પાર્ટી ઉજવણી કરે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કોરોના મહામારીને ધ્યાને રાખી સીમિત સંખ્યામાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સેવાદળના સિનિકો ઇન્દ્રજીતસિંહ, લાલાભાઈ કાંકરોલિયા, કેશવભાઈ રાવળ હાજર રહ્યા હતા.