ગુજરાત

gujarat

ETV Bharat / state

EDએ મેહુલ ચોક્સીની 151 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

લંડનઃ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ(ED) દ્વારા ભાગેડુ મેહુલ ચોક્સીની 151 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. પંજાબ નેશનલ બેંકના 13,000 કરોડ રૂપિયાના ગોટાળા મામલે સહઆરોપી મેહુલ ચોક્સીની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. EDએ સંપત્તિ જપ્તની કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ 2002 મુજબ કરી છે. મેહુલ ચોક્સી ગીતાંજલી જવેલર્સના સહમાલિક છે તથા PNB કૌંભાંડમાં નીરવ મોદીના સહઆરોપી છે.

ઇડીએ મેહુલ ચોક્સીની 151 કરોડની સંપત્તિ જપ્ત કરી

By

Published : May 8, 2019, 8:44 PM IST

લંડન એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ દ્વારા ભાગેડુ મેહુલ ચોક્સીની 151 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ED દ્વારા મેહુલ ચોક્સી અને નીરવ મોદીની કુલ 151 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. આ પહેલા EDએ 13 જેટલી લકઝુરીયરસ કારની પણ ઑનલાઇન હરાજી કરી હતી, જે તમામ ગાડીઓ EDએ જપ્ત કરેેલી હતી. આ ગાડીઓની હરાજી મેટલ એન્ડ સ્ક્રેપ ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા મુંબઈમાં કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, નીરવ મોદીની 19 માર્ચે લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે PNB કૌંભાડ કેસમાં EDએ 26 ફેબ્રુઆરીની સંપત્તિનો અમુક ભાગ જપ્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details