ગુજરાત

gujarat

ETV Bharat / state

નિસર્ગ વાવાઝોડાને પગલે દમણ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ

નિસર્ગ વાવાઝોડાને લઈને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તાર સહિત દમણમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તે સાથે જ વહીવટીતંત્રએ કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવા NDRF ની ટીમ તૈનાત કરી છે.

By

Published : Jun 3, 2020, 12:05 PM IST

nisarga hurricane
નિસર્ગ વાવાઝોડું

વલસાડ: દમણમાં વાવાઝોડાની અસરને લઈને પ્રશાસને 4 હજાર જેટલા કાંઠા વિસ્તારના લોકોને શેલ્ટર હોમમાં ખસેડયા છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ પણ 20,000 જેટલા લોકોને શેલ્ટર હોમમાં ખસેડયા છે. પ્રશાસને લોકોને વાવાઝોડા દરમિયાન સાવચેત રહેવા સાથે પવનમાં ઉડી શકે તેવી તેમજ વાગી શકે તેવી વસ્તુઓથી દૂર રહેવાની પણ ભલામણ કરી છે.

હાલમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. સમગ્ર પંથકમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. તેમજ લોકો માર્ગો પર ભીંજાતા પસાર થઈ રહ્યા હતા. જ્યારે માર્ગો પર વરસાદી પાણીના ખાબોચિયા ભરાઇ ગયા હતા.
નિસર્ગ વાવાઝોડાને લઈને દમણ, દાદરા નગર હવેલી અને વલસાડનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. તેમજ અલગ અલગ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત NDRF ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details