વેરાવળ નજીકના છાત્રોડા ગામમાં ભરતભાઇના ખેતરમાં મોડીરાત્રે એક મગર ઘૂસી આવતા સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો હતો. બનાવની જાણ વનવિભાગને કરાતા વનવિભાગની રેસ્ક્યૂ ટીમે એક કલાકનું રેસક્યૂ કરી મગરને ઝડપી લીધો હતો. તો આ રેસ્ક્યૂ દરમિયાન મગર ઘણીવાર જાવા ધમપછાળા કરતી જોવા મળી હતી. મગરની ઉંમર અંદાજે 3 વર્ષ, તેમજ 5 ફૂટ લાંબી મગરને હીરણ ડેમમા મુક્ત કરવા લઇ જવાઇ હતી.
વેરાવળ નજીક ખેતરમાં આવી ચડેલી મગરને વનવિભાગે પકડી
ગીરસોમનાથ: વેરાવળ છાત્રોડા ગામમાં 2 કીમી દૂર આવેલી દેવકા નદી માંથી મગર આવી ચડી હતી. વનવિભાગની રેસ્ક્યૂ ટીમે એક કલાકના રેસ્ક્યૂ બાદ ગુસ્સે ભરાયેલી મગરને પકડી પાડતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
સ્પોટ ફોટો
વાળી માલિક યુવાન ભરત રામનું કેહવું હતું કે "મારા ખેતરમાં આજે મગર ઘૂસી આવેલી, મેં વનવિભાગને જાણ કરતા રેસ્ક્યૂ ટીમે મગરને ઝડપી લીધી હતી. મગર ભારે ખૂંખાર હતી. જેને સલામત પકડીને વનવિભાગ લઈ ગયું હતું."
વનવિભાગના અધિકારીએ જણાવેલ કે "છાત્રોડા ગામની સીમમાં એક બગીચામાં ગરમીથી ઠંડક મેળવવા મગર ઘૂસી આવી હતી. બનાવની જાણ થતા અમે રેસ્ક્યૂ ટીમ સાથે પહોંચ્યા. એક કલાકની મહેનત બાદ મગરને પકડી લેવાઈ છે. જેને હીરણ ડેમ જળાશયમા મુક્ત કરી દેવાશે."
Last Updated : May 2, 2019, 1:47 PM IST