ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો પરંતુ હોમ ક્વોરેંટાઇન અને આઇસોલેટેડ દર્દીઓ વધ્યા

ભાવનગરમાં બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે પણ તેની સાથે જ જિલ્લામાં હોમ ક્વોરેંટાઇન અને આઇસોલેટ થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

ભાવનગરમાં બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો પરંતુ હોમ ક્વોરેંટાઇન અને આઇસોલેશન દર્દીઓ વધ્યા
ભાવનગરમાં બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો પરંતુ હોમ ક્વોરેંટાઇન અને આઇસોલેશન દર્દીઓ વધ્યા

By

Published : May 4, 2021, 10:05 PM IST

ભાવનગરમાં કોરોનાની રફ્તાર પડી ધીમી

શહેરમાં 391 કેસ અને જિલ્લામાં 81 કેસ નોંધાયા

હોમ કવોરેંટાઈન 34186 દર્દીઓ અને 1134 હોમ આઇસોલેશનના દર્દીઓ

ભાવનગર: શહેરમાં એક દિવસમાં કોરોના સંક્રમણના આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 472 કેસ આવ્યા છે જેમાં 391 કેસ શહેરમાં નોંધાયા છે અને જિલ્લામાં 81 કેસ સામે આવ્યા છે. જે ગઇકાલની સરખામણીએ ખૂબ ઘટી ગયા છે . શહેર જિલ્લામાં વધતો આંકડો તંત્રમાં ચિંતા જગાવી રહ્યો હતો પણ અચાનક ઘટાડો નોંધાવા પામ્યો છે.

અત્યાર સુધીમાં 536 કેસ નોંધાઇ ચુક્યા છે

ભાવનગર શહેરમાં રાત્રી કરફ્યુ છે પણ પરિસ્થિતિમાં ફેર જોવા મળ્યો નથી કારણ કે ભાવનગરમાં કોરોનાકાળમાં હાલ સુધીમાં એક દિવસનો સૌથી મોટો આંકડો 536 આવી ચુક્યો છે ત્યારે ભાવનગરમાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં એક દિવસના 391 કેસ અને જિલ્લામાં 81 કેસ નોંધાવા પામ્યા છે જે ગઇકાલની સરખામણીએ ઘટી ગયા છે. જેમાં શહેરમાં સ્વસ્થ થવાનો આંકડો 193 જે વધ્યો છે અને જિલ્લામાં 43નો રહ્યો છે. સારવાર હેઠળ હજુ 4502 જેટલા દર્દીઓ શહેર જિલ્લાના છે સ્વસ્થ થનારાની સંખ્યા વધી છે. જિલ્લાના કુલ દર્દી 15,487 નોંધાયા છે.

કન્ટેન્ટમેન્ટ ઝોન નહિ, પણ દર્દીઓ થાય છે હોમ આઇસોલેટેડ

ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન હાલમાં જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે મહાનગરપાલિકા અને જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોનના બદલે હોમ આઇસોલેશન અને ક્વોરોંટાઇલ જેવી વ્યવસ્થાઓ ઉભી કરાયેલી છે શહેરમાં હોમ આઇસોલેટેડ હાલ 2999 જેટલા દર્દીઓ છે તો જિલ્લામાં હોમ કવોરેંટાઈન 34186 અને હોમ આઇસોલેશન 1134 જેટલા દર્દીઓ છે ત્યારે શહેરમાં સર ટી હોસ્પિટલમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ છે જો કે જિલ્લામાં પરિસ્થિતિ વણસી ગઈ છે જ્યાં ત્રણ દિવસ પહેલા હોમ કવોરેંટાઈન 20 હજાર આસપાસ હતા તે આજે 25 હજારને પાર છે એટલે સંખ્યામાં વધારો થયો છે 17 તારીખે 3000 હજાર કવોરેંટાઈન હતા જે 18 તારીખે 4 હજાર થયા અને 19 તારીખે સીધા 11498 થયા છે અને 21 એપ્રિલના રોજ 20,147 ક્વોરોંટાઇલ છે જે 23 તારીખે 25,139 એટલે કવોરેંટાઈનમાં વધી ગયો છે જે ચિંતા જગાવે છે જ્યારે 26 એપ્રિલે જિલ્લામાં હોમ કવોરેંટાઈન 27111 એટલે વધ્યો છે આમ જિલ્લામાં પરિસ્થિતિ વણસી રહી છે જો કે હાલ કેસ ઘટતા જાય છે પણ હોમ કવોરેંટાઈન અને આઇસોલેશનમાં વધારો જોવા મળી રહ્યો છે. 4 મેના રોજ હોમ કવોરેંટાઈન 34186 અને હોમ આઇસોલેશનમાં 1134 દર્દીઓ છે.

ABOUT THE AUTHOR

...view details