ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂતોની રજૂઆતના પગલે કેનાલ સફાઈનું કામ હાથ ધરાયુ, ખેડૂતોએ ધારાસભ્ય કાંધલ જાડેજાનો આભાર માન્યો

પોરબંદર જિલ્લાના ત્રણ ગામના ખેડૂત આગેવાનો એ તેના ગામના ખેતર પાસે પસાર થતી કેનાલ સફાઈ કરવા માટે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને રજુઆત કરી હતી આજે ધારાસભ્ય કાંધલ જાડેજાની સૂચના મુજબ કેનાલ સફાઈ કામ હાથ ધરાતા ખેડૂતોએ ધારાસભ્ય નો આભાર માન્યો હતો.

ખેડૂતોની રજૂઆતના પગલે કેનાલ સફાઈનું કામ હાથ ધરાયુ, ખેડૂતોએ ધારાસભ્ય કાંધલ જાડેજાનો આભાર માન્યો
ખેડૂતોની રજૂઆતના પગલે કેનાલ સફાઈનું કામ હાથ ધરાયુ, ખેડૂતોએ ધારાસભ્ય કાંધલ જાડેજાનો આભાર માન્યો

By

Published : May 21, 2021, 11:04 PM IST

કેનાલ સફાઈ ન થતા વરસાદમાં પાણીની સમસ્યા સર્જાય શકે તેમ હતી

ત્રણ ગામના ખેડૂતોએ ધારાસભ્યને કરી હતી રજુઆત

કેનાલ સફાઈ થવાથી ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ

પોરબંદર: જિલ્લાના બળેજ , મોચા તથા ઉટડા ગામના ખેડુતો, આગેવાનો તથા બળેજ ગ્રામપંચાયતના સભ્ય ડાયાભાઈ ભીમાભાઈ તેમજ હરદાસભાઇ દ્વારા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ને કેનાલની સફાઈ માટે રજુઆત કરી હતી જેના પગલે તા 20 મેને ગુરુવારના રોજ કાંધલભાઈ જાડેજાની સુચનાથી તાત્કાલીક મોચા , બળેજ અને ઉટડા ગમે કેનાલની સફાઈ માટે હિટાચી(HITACHI) મશીન તાત્કાલીક મંગાવીને બળેજ ગામથી સફાઈકામ ચાલુ કરાવી દીધુ છે.આથી આવિસ્તારના ખેડુતો તથા આગેવાનો ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા નો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details