આ ઝાડાના કારણે થતા લગભગ તમામ ઓઆરએસ, ઝીંક ટેબલેટ અને સાથે સાથે બાળકને પૂરતો પોષણયુક્ત આહાર સુનિશ્ચિત કરવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી શકાય છે. તેમજ સ્વચ્છ પીવાનું પાણી,વિસ્તારની સ્વચ્છતા, સ્તનપાન ,યોગ્ય પોષણ અને હાથ ધોવાની યોગ્ય આદત દ્વારા પણ ઝાડાનો ફેલાવો અટકાવી શકાય છે.
બાળકોમાં ઝાડાના કારણે થતા મરણનું પ્રમાણ વધારે હોવાના કારણે તેને નિયંત્રિત કરવા માટે એક વિશેષ અભિયાન અંતર્ગત આ વર્ષે તા. 28 મે થી 9 જુન 2019 દરમિયાન સઘન ઝાડા નિયંત્રણ કાર્યક્રમ પખવાડિયાની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે જેનો એક માત્ર ઉદ્દેશ બાળકોમાં ઝાડાના કારણે થતાં મૃત્યુનો દર શૂન્ય કરવાનું છે. આ પખવાડિયા દરમિયાન વિવિધ આઈઈસી પ્રવૃત્તિઓ દ્વારા લોક જાગૃતિ આવે તે મહત્વનું છે.
આ પખવાડીયામા ઉજવણી અન્વયે ઝાડાની બિમારીની ઓળખ અને નિયંત્રણ માટે સામુદાયિક સજાગતા કેળવવાની પ્રવૃત્તિઓ ઝાડાની બિમારીની સારવાર સંબંધિત સેવાઓની જોગવાઈ ઓઆરએસ, ઝીંક કોર્નરની સ્થાપના આશા દ્વારા જે ઘરમાં 5 વર્ષથી નાના બાળકો હોય તેવા ઘરમાં ઓઆરએસ પેકેટનું વિતરણ સામુદાયિક સ્તરે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત જન જાગૃતિ કેળવવીની પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્વના સ્ટાફ દ્વારા આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી, કાર્યકરો દ્વારા ઘરે ઘરે ફરી ઓઆરએસના પેકેટ આપી જન જાગૃતિ ફેલાવવામાં આવશે, ઉપરોક્ત કાર્યક્રમમાં કોઈપણ બાળક ઝાડાના કારણે મૃત્યુ ના પામે તેવા શુભ આશય માટે સમાજના લોક આગેવાનો, ધાર્મિક આગેવાનો તથા તમામ જનતાને સાથ સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવવા ડો.એ.જી.બથવાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી અપીલ કરવામાં આવે છે