ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રવિવારે વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી એક અન્ય રાજ્યનો છે. આ સાથે જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 83એ પહોંચી છે, ત્યારે એક્ટિવ કેસ સંખ્યા 36 છે.

ભરૂચ
ભરૂચ

By

Published : Jun 14, 2020, 3:07 PM IST

ભરૂચઃ જિલ્લામાં કોરોના જાણે કુદકે અને ભૂસકે વધી રહ્યો છે, અને છેલ્લા એક સપ્તાહમાં પ્રતિદિન સરેરાશ નવા 4 થી 5 કેસ નોધાઈ રહ્યા છે. લોકડાઉન બાદ સરકારે છૂટછાટ આપતા અન્ય જિલ્લામાંથી લોકોની આવનજાવન વધતા ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો ગ્રાફ પણ ઉંચે જઈ રહ્યો છે.

હવે બિલ્લી પગે લોકલ ટ્રાન્સમિશન પણ વધતા નગરજનો છુપી દેહશત ઘર કરી રહી છે. રોજ નવા પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે, ત્યારે આજે પણ ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ ડીટેક્ટ થયા છે. જે પૈકી એક કેસ અન્ય રાજ્યનો નાગરિક હોવાથી ભરૂચ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાશે નહીં.

ભરૂચમાં દારૂનો કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ બે દિવસ પૂર્વે ભરૂચ સી ડીવી પોલીસના હાથે ઝડપાયો હતો. જેની સરકારની નવી ગાઈડલાઈન મુજબ તમામ આરોપીઓને જેલમાં ધકેલાતા પૂર્વે કોરોના ટેસ્ટ કરાવવાનો હોવાથી નયનનો પણ ટેસ્ટ કરાવ્યો હતો. જે આજરોજ પોઝિટિવ આવતા પોલીસ વિભાગમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો.

મળતી માહિતી પ્રમાણે, નયન એક કુખ્યાત બુટલેગર છે. જે લોકડાઉન અને અનલોક-1 દરમિયાન દારૂના કન્સાઈન્મેન્ટની ડીલીવરી તથા ડીલીંગ માટે અવારનવાર સુરત, વડોદરા, દમણ આવતો-જતો હોવાથી તે કોરોનાની ઝપેટમાં આવ્યો છે. તો બીજી તરફ નેત્રંગ ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયના બે અનુયાયીઓ પણ કોરોનાનો શિકાર બનતા મંદિરમાં રહેતા 60ર્ષીય મહેન્દ્ર ગોકુલદાસ મોદી તથા નેત્રંગના હર્ષદ નગર ખાતે રેહતા 74 વર્ષીય શંકરભાઈ પટેલને પણ સ્પેશિયલ કોવીડ-19 જ્યાબહેન મોદી હૉસ્પિટલ ખસેડાયા છે.

ભરૂચના ભોલાવ વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષીય ચંદ્રકાંત આહીર પણ પોઝિટિવ આવ્યા છે. જયારે પીપલિયા ખાતે 2 દિવસ પૂર્વે કોરોના પોઝિટિવ આવેલા બે સગા ભાઈના માતા ૪૭ વર્ષીય રોશન બહેન શાબ્બીર ઘાંચીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા એક જ પરિવારના 3 સભ્યો સંક્રમિત થયા છે.

ભરૂચની રીજન્ટા હોટલમાં રેહતા હિમાચલ પ્રદેશના એક વ્યક્તિ દેવેન્દ્ર પઠાનીયાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જે ભરૂચમાં ગણાશે નહીં. આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 83 પર પહોચી છે. જે પૈક ૫ દર્દીના મોત થયા છે. તો 42 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે .હવે જિલ્લામાં કોરોનાના 36 કેસ એક્ટીવ છે .
.
આજરોજ ભરૂચ જિલ્લામાં નોધાયેલા કોરોના પોઝિટિવ કેસના નામ અને સરનામાં…

  • નયન કિશોર કાયસ્થ 34 M હાલ સી ડીવી ભરૂચ/ રવિ પૂજન બંગ્લોઝ, ઝાડેશ્વર
  • રોશનબેન શબ્બીર ઘાંચી 47F પીપલિયા
  • ચંદ્રકાંત પ્રભુ આહીર 38 M એ 15 શ્રી રંગ દર્શન સોસાયટી , ભોલાવ
  • શંકરભાઈ જીવાભાઈ પટેલ 74 M હર્ષદનગર, નેત્રંગ
  • મહેન્દ્ર ગોકુલદાસ મોદી 60 M સ્વામીનારાયણ મંદિર , નેત્રંગ
  • દેવેન્દ્ર પઠાનિયા 33 હોટલ રીજેન્ટા, મૂળ હિમાચલ પ્રદેશ (આ કેસ ભરૂચમાં ગણાશે નહીં)

ABOUT THE AUTHOR

...view details