ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીમાં RRS અને VHPના યુવા કાર્યકરોએ અભિયાન હાથ ધર્યું

તાપી: આગામી 23મી એપ્રિલના લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન થવાનું છે. ત્યારે તાપી જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટેથી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સાથે સાથે વ્યારાના આર.એસ.એસ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના યુવા કાર્યકરો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

RSS અને VHP યુવા કાર્યકરોએ અભિયાન હાથ ધર્યું

By

Published : Apr 18, 2019, 12:18 PM IST

વ્યારાના આર.એસ.એસ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના યુવા કાર્યકરો દ્વારા મતદારોના ઘરે જઈને ભારત દેશનું લોકતંત્ર દુનિયાનું સૌથી મજબૂત લોકતંત્ર છે, જેને ટકાવી રાખવા માટે એક નાગરિક તરીકે મત આપવાની એ આપણી નૈતિક ફરજ છે. તેમજ મતદાન કરવું એ એક નાગરિકનું કર્તવ્ય છે, ત્યારે મતનો ઉપયોગ સમજી વિચારીને રાષ્ટ્રહિતમાં કરવો જેવા મુદ્દાઓ સમજાવવામાં આવ્યા હતા.

વ્યારાના યુવા કાર્યકરોએ મતદાન અંગે અભિયાન હાથ ધર્યું

આ યુવા કાર્યકરો દ્વારા વ્યારા ખાતે લગભગ 6 હજાર જેટલા મતદારોની મુલાકાત લઈને 'જાગો મતદાર જાગો' અભિયાન હાથ ધરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details