- મોંઘવારીને લઈને દેશની પ્રજાને જીવવાનું મુશ્કેલ
- વાલોડ કોંગ્રેસનાં કાર્યકરોની સરકાર સામે વિરોધ નોંધાવ્યો
- વિરોધ પણ કરવા દેતી નથી તેઓ આક્ષેપ : કોંગ્રેસ
તાપી : કારમી મોંઘવારીને લઈને દેશની પ્રજાને જીવવાનું દુષ્કર થઈ ગયું હોવાનું જણાવી વાલોડ કોંગ્રેસનાં નેતાઓ કાર્યકરોની ફોજ સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ધરણાં પ્રદર્શન કરી રહ્યા હતા. ઉપસ્થિત કોંગ્રેસનાં નેતા ડૉ તુષાર ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કોરોના મહામારી વિશ્વના અને સમગ્ર દેશમાં ચાલી રહી છે. કરોડો લોકોએ રોજગારી ગુમાવી છે.
વાલોડ તાલુકા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ ભાજપ સરકારે સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો
દેશની આર્થિક પરિસ્થિત પણ ખાડે ગઈ હોય તેવા વાતાવરણમાં ભાજપ સરકારે સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે અનાજ, કઠોળ અને શાકભાજીના ભાવોમાં પણ વધારો થયો છે, મધ્યમ વર્ગ હોય કે ગરીબ પરિવારને જીવવાનું મુશ્કેલ પડી રહ્યું હોય, ત્યારે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ વાલોડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાખવામાં આવ્યો હતો, ત્યારે આ સરકારે મોંઘવારીનો વિરોધ પણ કરવા દેતી નથી તેઓ આક્ષેપ કર્યો હતો.